“બિરસા મુંડા…. મહાન ક્રાંતિકારી”
9 જૂન, 1900ના દિવસે સવારે આઠ વાગે
રાંચીની જેલમાં જંગલના રાજા કહેવાતા આ યુવાને
માતૃભૂમિની રક્ષા માટે શહાદત વહોરી લીધી.||
બિરસાએ રાંચીનાં જંગલોમાં બે મોરચે સંઘર્ષ કર્યો:
એક, જંગલમાં સેવાના નામે લોભ-લાલચથી ધર્માંતર કરતી ઈસાઈ મિશનરીઓથી વનવાસી સમાજને બચાવવા માટે
અને બીજો, અંગ્રેજ સલ્તનતથી પોતાની ધરતી મુક્ત કરાવવા.||
આ બંને મોરચે લડવા માટે બિરસાએ જંગલમાં ‘ઉલગુલાન’ આદર્યો હતો. ‘ઉલગુલાન’ એટલે ક્રાંતિનું દેશી નામ. બિરસા માત્ર ક્રાંતિકારી જ નહોતા, એ સમાજસુધારક પણ હતા. એમણે સમાજવ્યવસ્થા સુધારવા આપણી જ પ્રાચીન પરંપરાના પ્રતીકો – તુલસીપૂજા, ગૌહત્યા પર પ્રતિબંધ અને તિલક વગેરેને માન્યા. આજે પણ ઝારખંડના વનવાસી વિસ્તારમાં બિરસા ભગવાન તરીકે પૂજાય છે અને એમનાં નામે લોકગીતો પણ ગવાય છે: ||
‘હમ અપની જમીન સે ગોરોં કો ભગા દેંગે…
ઓ ગોરે આદમિયોં, ભાગો, તુરંત ભાગો,
તુમ્હારા ઘર પશ્ચિમ મેં હૈ, તુમ ચલે હી જાઓ…’
Be the first to review “Jungal No Raja Krantivir Birsa Munda”