મારું મન આપણા દેશના ભાવિથી એટલું બધું ભરેલું છે. ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારત સ્વતંત્ર દેશ હશે. એની સ્વતંત્રતાને શું થશે ? શું તે પોતાની સ્વતંત્રતા જાળવી રાખશે કે ફરી ગુમાવશે ? મારા મનમાં આવતો આ પ્રથમ વિચાર છે. ભારત કદી સ્વતંત્ર દેશ હતો નહિ એવું નથી. મુદ્દો એ એ છે કે એણે એક વાર પોતાની સ્વતંત્રતા ગુમાવી છે. શું તે બીજી વાર ગુમાવશે? આ જ વિચાર મને ભવિષ્ય માટે અત્યંત ચિંતાતુર બનાવે છે. ભારતે પહેલાં એકવાર પોતાની સ્વતંત્રતા એના પોતાના કેટલાંક લોકોની ગદ્દારી અને વિશ્વાસઘાતને લીધે ગુમાવી એ હકીકત મને ખૂબ અસ્વસ્થ બનાવે છે. મહંમદ બિન-કાસીમની સિંધ પરની ચઢાઈમાં, રાજા દાહિરના લશ્કરી સેનાપતિઓએ મહંમદ બિન-કાસીમના એજન્ટો પાસેથી લાંચ લીધી અને રાજાના પક્ષે લડવાની ના પાડી. ભારત પર ચઢાઈ કરવા અને પૃથ્વીરાજ સામે લડવા જયચંદે મહંમદ ઘોરીને આમંત્રણ આપ્યું હતું અને એને મદદ કરવા વચન આપ્યું હતું. જ્યારે શિવાજી હિંદુઓની મુક્તિ માટે લડતા હતા ત્યારે બીજા મરાઠા સરદારો અને રાજપૂત રાજાઓ મોગલ શહેનશાહને પક્ષે લડાઈ લડતા હતા. બ્રિટિશરો શીખ શાસકોનો નાશ કરવા પ્રયાસ કરતાં હતાં ત્યારે એમનો મુખ્ય સેનાપતિ ગુલાબસિંહ શાંતા બેસી રહ્યો અને શીખ રાજ્યને બચાવવા મદદ ન કરી. ૧૮૫૭માં જ્યારે ભારતના મોટા ભાગના લોકોએ બ્રિટિશરો સામે સ્વતંત્રતા માટે યુદ્ધ જાહેર કર્યું, ત્યારે શીખોએ શાંત પ્રેક્ષકોની જેમ ઊભા રહી ઘટના નિહાળી. શું ઇતિહાસ પુનરાવર્તન કરશે ? આ વિચારો મારા મનને ચિંતાથી ભરી દે છે. જ્ઞાતિઓ અને સંપ્રદાયો સ્વરૂપે આપણા જૂના દુશ્મનો ઉપરાંત, વિવિધ અને એકબીજાના વિરોધી રાજકીય પંથો સાથે ઘણા રાજકીય પક્ષો આપણી પાસે હોવાની એ હકીકતનો અનુભવ કરીને આ ચિંતા ગંભીર બની છે. શું ભારતીયો દેશને પોતાના પંથની ઉપર મૂકશે અથવા દેશ ઉપર પંથને મૂકશે ? હું જાણતો નથી. પરંતુ આટલું તો ચોક્કસ છે કે જો પક્ષો પંથને દેશની ઉપર મૂકશે તો આપણી સ્વતંત્રતા બીજીવાર જોખમમાં મુકાશે અને સંભવતઃ હંમેશ માટે ગુમાશે. આવી સંભવિત ઘટના સામે આપણે બધાંએ દઢતાપૂર્વક સામનો કરી બચવું જોઈએ. લોહીના છેલ્લાં ટીપાં સુધી આપણી સ્વતંત્રતાના રક્ષણ માટે આપણે દૃઢ નિર્ધાર કરવો જોઈએ.
૫ નવેમ્બર ૧૯૪૯, બંધારણ સભામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનું પ્રવચન
Be the first to review “Dr. Babasaheb Aambedkar Rashtranirmanma Yogdan”
You must be logged in to post a review.