Ekalpankhee

Select format

In stock

Qty

‘સર્જક તરીકે તમારું ઘણું ઊંચું લેવલ છે, તમે એમ વાંચી નાખવાના લેખક નથી, સર્જક તરીકે તમારી મુદ્રા, સત્ત્વ, પ્રતિભા, સૂઝ વગેરે અનેક કારણોસર પ્રભાવક છે. તમને સમજીને વાંચવા ઘટે. તમારામાં ઘણો સારો સાહિત્યકાર વસે છે તેની ઉપેક્ષા કૃપા કરીને ના કરશો. કરશો તો તમને સર્જકપ્રતિભા આપનારો ઉપરવાળો, તમારી પોતાની જાતને તથા સાહિત્યરસિક સમાજને ત્રણેયને અન્યાય કરશો.’
કૃષ્ણવીર દીક્ષિત (3-5-1986ના એક પત્રમાંથી)
‘તમારી કલમમાં આવું ઘણું બધું છે, જે મારા જેવા પોતાને સાહિત્યકાર ગણાવતા બીજા કોઈ લેખકની કલમમાંથી ભાગ્યે જ પ્રગટતું હશે… તમે ભરપૂર જીવન જોયું છે, જેને તમે તમારાં રક્તમાં વહેવા દીધું છે. અનુભૂતિના જાતજાતના પ્રકારો હોય, ક્યાંક આનંદ, ક્યાંક વિષાદ! તમે તેવા બધા પ્રકારોમાંથી નવનીત શોધી લીધું છે, જે તમે સરળ સાંસ્કારિક ભાષામાં પીરસી જાણો છો. તમારી પાસે સહજ રસાળ શૈલી છે ને તે કારણે દરેક સ્તરના વાચકને જીવનનું અદ્ભુત સત્ય તમે રમતાં રમતાં સામે ધરી દો.’
શિવકુમાર જોશી (16-8-1986ના એક અંગતપત્રમાંથી)
‘રજનીકુમાર પંડ્યાની બરોબરીના વાર્તાકાર ગુજરાતીમાં તેમજ અન્ય ભાષાઓમાં બહુ જૂજ છે. તેમનું એક અજબ લાગતું લક્ષણ પાત્રાલેખનમાં તેમ જ સંવાદોમાં પાત્રોના લાક્ષણિક સ્નેપશૉટ્સનું છે. દાયકાઓ પછી કોઈ પરિચિત અચાનક મળી ગયો હોય એમ વાચકનો લાગણીઆવેશ બિંદુરૂપ બની જાય છે. જો છાપેલાં વાર્તા, નવલકથાના સાહિત્યને તખ્તો કે ફિલ્મમાં પલટાવવું હોય તો રજનીકુમાર પ્રથમ પસંદગી છે… રજનીકુમાર પંડ્યાની વાર્તાઓ વાંચતો વાચક કલ્પનાપ્રધાન હોય તો તેના ચિત્તમાં સળંગ નાટકરૂપે વાર્તા દેખાયા કરે.’
વાસુદેવ મહેતા (26-2-1997 ‘સંદેશ’ દૈનિક-કટાર ‘અલ્પવિરામ’)

Weight0.17 kg
Dimensions5.50 × 8.50 in
Year

Month

Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Ekalpankhee”

Additional Details

ISBN: 9788196954468

Month & Year: February 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 148

Dimension: 5.50 × 8.50 in

Weight: 0.17 kg

જેતપુરમાં જન્મેલા રજનીકુમારે લગભગ 1958-59ની સાલથી નવલિકાઓના લેખનથી લેખનની શરૂઆત કરી. 1980પછી ‘સંદેશ’માં વાર્તાત્મક ‘ઝબકાર’ કટાર દ્વારા તેમને વિશેષ ખ્યાતી મળી. 2020સુધીમાં તેમના સિત્તેર ઉપરાંત… Read More

Additional Details

ISBN: 9788196954468

Month & Year: February 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 148

Dimension: 5.50 × 8.50 in

Weight: 0.17 kg