Hum Honge Kamyaab

Category Inspirational
Select format

In stock

Qty

‘ચાચા નેહરુ’ પછી બાળકો સાથે આટલી ઊંડી આત્મીયતા ધરાવતા નેતા ભારતને પહેલી જ વાર મળે છે.
રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સમગ્ર રાષ્ટ્રનાં બાળકો સાથે દર અઠવાડિયે કલાકે સુધી સંવાદ કરતા રહે છે. એમના ભવિષ્ય અને પ્રશ્નો વિશે ગંભીરતાપૂર્વક ચિંતન કરતા રહે છે. એમનાં પ્રવચન ભાવિ પેઢીઓ માટેના મુદ્દે શાણપણભરી કોઠાસૂઝ અને સલાહથી પરિપૂર્ણ હોય છે. શાળાના વિદ્યાર્થીઓને મુલાકાત આપવાનું એ ચૂકતા નથી. કૉલેજના વાર્ષિકદિનની ઉજવણી માટે તેઓ પાસે શુભેચ્છા સંદેશો માગવામાં આવે ત્યારે એ મોકલવાનું ટાળતા નથી. હવે એ બાબત પણ છાની નથી રહી કે રાષ્ટ્રપતિ બન્યા એ અગાઉ નિવૃત્ત થયા પછી તેઓ એક શિક્ષક બની રહેવા માગતા હતા. કલામની કક્ષાના વૈજ્ઞાનિક માટે આથી મોટું આશ્ચર્ય બીજું શું હોઈ શકે?
રાષ્ટ્રપતિના સિંહાસન પર વિવિધ પ્રકારના મહાનુભાવો બિરાજી ચૂક્યા છે. મહાન ફિલસૂફ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ અને શિક્ષણવિદ્ ઝાકિર હુસેન જેવા પ્રકાંડ બૌદ્ધિકો, વી. વી. ગિરિ જેવા ટ્રેડ યુનિયનના નેતા અને જ્ઞાની ઝૈલસિંહ જેવા રાજકારણી આ પદ શોભાવી ચૂક્યા છે. પરંતુ એ પદ પર એક શસ્ત્ર નિષ્ણાત – જેમને ઉચિત રીતે જ આપણે રાષ્ટ્રના પ્રથમ ‘બાળકોના રાષ્ટ્રપતિ’ કહી શકીએ એવા તો આપણા કલામસાહેબ જ.
કદાચ આ એક સુભગ સંયોગ છે. ભારતના ઊજળા ભવિષ્ય વિશેનો અર્થશાસ્ત્રીઓનો આશાવાદ એની યુવાવયની વિશેષ જનસંખ્યાના કારણે છે.
અહીં ડૉ. કલામના બાળકો વિશેના વિચારો જુદા જુદા છ વિષયો – શિક્ષણ, વિજ્ઞાન, બાળકોની બાબતો, રાષ્ટ્ર, અધ્યાત્મ અને પ્રકીર્ણ બાબતો પર એમની લાક્ષણિક શૈલીમાં સરળ ભાષામાં રજૂ કરાયા છે.

Weight0.1 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Hum Honge Kamyaab”

Additional Details

ISBN: 9789351223870

Month & Year: May 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 112

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.1 kg

ડૉ. અબ્દુલ કલામનો જન્મ તમિલનાડુના રામેશ્વરમ્ ખાતે થયો હતો. તેમણે મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીમાંથી ઍરોનૉટિકલ એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો હતો. ભારતના વૈજ્ઞાનિકોમાં ડૉ. કલામનું નામ મોખરે… Read More

Additional Details

ISBN: 9789351223870

Month & Year: May 2021

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 112

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.1 kg