Sairam Dave
20 Books / Date of Birth:- 07-02-1977
સાંઈરામ દવે એક બહુર્મુખી પ્રતિભા ધરાવનાર કલાકાર છે. લોકસાહિત્યકાર, હાસ્ય કલાકાર, કવિ, લેખક, લોકગાયક તેમજ શિક્ષણવિદ્ તરીકે સમગ્ર ગુજરાત તેમને ઓળખે છે. 41 વર્ષની ઉંમરમાં તેમણે 51 જેટલા જુદા જુદા વિષયો ઉપર હાસ્ય-લોકસાહિત્યનાં ઑડિયો-વીડિયો આલ્બમ આપ્યાં છે અને તેના દ્વારા સમગ્ર વિશ્વનાં ગુજરાતીઓનાં હૃદયમાં આગવું સ્થાન મેળવ્યું છે. ગુજરાત સરકારે 2007માં સૌથી નાની ઉંમરે ‘ગુજરાત ગૌરવ પુરસ્કાર’થી સન્માનિત કરેલ છે. મહારાષ્ટ્ર પાઠ્યપુસ્તક મંડળ, પુણે દ્વારા ધોરણ બીજામાં ‘છે સ્વર્ગથીય વહાલી અમને અમારી શાળા’ તથા ધોરણ-છઠ્ઠામાં ‘જલ શક્તિ ગીત’ પાઠ્યપુસ્તકમાં 2005થી ભણાવાય છે જે સાંઈરામ દવેનું સર્જન છે. ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા ધોરણ દસમાં સાંઈરામ દવે લિખિત પાઠ ‘બહેન સૌની લાડલી’ ગુજરાતી વિષયમાં 2017ની આવૃત્તિમાં સ્થાન પામ્યો છે. 14 વર્ષ સરકારી શાળા નં. 5 ગોંડલ ખાતે ફરજ બજાવી 2015થી તેઓ રાજકોટ ખાતે ‘નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ’ના ફાઉન્ડર પ્રૅસિડન્ટ તરીકે શિક્ષણસેવામાં કાર્યરત છે. તેમના સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા તેઓએ કેળવણી અને બાળસાહિત્યને વાચા આપતા અનેક કાર્યક્રમો કર્યા છે, જેમાં ઓપન સૌરાષ્ટ્ર હાલરડાં સ્પર્ધા, પરફેક્ટ પૅરન્ટિંગ સેમિનાર, ભાષાનું ભાવિ સેમિનાર, ઓપન સૌરાષ્ટ્ર બાલગીત-બાલવાર્તા સ્પર્ધા, બાળપણ બચાવો સેમિનાર વગેરેનો સમાવેશ થાય છે.
Social Links:-

Showing all 20 results

  • 51 Smileys

    150.00

    વર્ષો પહેલાં ગમતાં કવિએ કહેલી વાત આ પુસ્તકનું કારણ છે. કવિતાઓમાં ઝાઝાભાગે દુઃખ-દર્દ-ઉદાસી-દગો અને પારાવાર યાતનાઓ જ મોસ્ટલી હોય છે. આઇ એમ પોતે પણ આવા પાંચ કાવ્યસંગ્રહો લખ્યા છે. પરંતુ `51 Smileys' સાવ હળવીફૂલ હાસ્યકવિતાઓનો બગીચો છે. તેમ છતાં અમુક વાચકોને કવિ અને કવિતા સાથે કારણ વગરની જન્મજાત દુશ્મનાવટ હોય... read more

    Category: Humour
    Category: New Arrivals
    Category: Poetry
  • Hasayram

    225.00

    હાસ્ય એ ઈશ્વરની માનવજાતને મળેલી સૌથી મૂલ્યવાન ભેટ છે. માનસિક તાણની સદીઓ જૂની મહામારી સામે હાસ્યસર્જકો કાયમી ધોરણે વેક્સિન જેવા રહ્યા છે. સાંઈરામ દવે ડાયરાની દુનિયામાં આદર સાથે લેવાતું નામ છે. એક સ્ટેજ પર્ફોર્મર જ્યારે કલમ હાથ ધરે ત્યારે તેમના સર્જનમાં એક જુદી જ પ્રવાહિતા નિષ્પન્ન થતી હોય છે. લાખો... read more

    Category: 2023
    Category: Articles
    Category: Latest
    Category: New Arrivals
    Category: November 2023
  • Hasya Samrat

    175.00

    હાસ્ય એ ઈશ્વરની માનવજાતને મળેલી સૌથી મૂલ્યવાન ભેટ છે. માનસિક તાણની સદીઓ જૂની મહામારી સામે હાસ્યસર્જકો કાયમી ધોરણે વેક્સિન જેવા રહ્યા છે. સાંઈરામ દવે ડાયરાની દુનિયામાં આદર સાથે લેવાતું નામ છે. એક સ્ટેજ પર્ફોર્મર જ્યારે કલમ હાથ ધરે ત્યારે તેમના સર્જનમાં એક જુદી જ પ્રવાહિતા નિષ્પન્ન થતી હોય છે. લાખો... read more

    Category: Humour
  • Panchjanya

    150.00

    કાળભગવાનની આરતી... ‘સાંઈરામ’ એટલે એકવીસમી સદીના હાસ્યનું રામરાજ્ય, શ્રોતાઓને પોતાની વાતમાં તાણી જાય પણ તણાઈ જવા ન દે! એમની પાસે નવરસમાં ઘૂંટાતી અનુભવવાણી છે. એનો ધર્મ હાસ્યધર્મ છે. એ એની ચામડી પૂરતો મર્યાદિત નથી. એના શ્વાસ અને આત્મા સુધી પહોંચેલો છે. એ બેસે ત્યાં સ્ટેજ અને બોલે ત્યાં સ્મિત! અહીંયા... read more

    Category: New Arrivals
    Category: Songs
  • Parenting Solutions

    150.00

    સાંઈરામ દવે એક બહુમુખી પ્રતિભા ધરાવનાર કલાકાર છે. લોક સાહિત્યકાર, હાસ્ય કલાકાર, કવિ, લેખક, લોકગાયક તથા શિક્ષણવિદ્ તરીકે સમગ્ર ગુજરાત તેમને ઓળખે છે. ૪૦ વર્ષની નાની ઉંમરમાં ૧૫૧ જેટલા જુદા જુદા વિષય પર હાસ્ય / લોકસાહિત્યના ઑડિયો વીડિયો આલ્બમ તેમણે આપ્યાં છે. લાખો ચાહકો સાથેના જીવંત સંપર્કને કારણે સમગ્ર વિશ્વના... read more

    Category: Parenting
  • Saifi

    275.00

    હળવાફૂલ માણસની ગંભીર વાતો નવરસના નિભાડામાં પ્રત્યેક જીવન પાકે છે. દરેકના જીવનમાં નવેનવ રસનું લગભગ એકસરખું બૅલેન્સ હોય છે. સૌને હસાવતો વ્યક્તિ પણ અંગત જીવનમાં ખૂબ ગંભીર હોય છે, જ્યારે તદ્દન ગંભીર દેખાતો માણસ ખૂબ જ રમૂજી સ્વભાવનો પણ હોય છે. છેલ્લાં છવ્વીસ વરસથી ગુજરાતીઓએ મને ખૂબ વહાલ આપ્યું છે.... read more

    Category: 2024
    Category: February 2024
    Category: Humour
    Category: Latest
    Category: New Arrivals
  • Sairam Na Hasta Akshar

    100.00

    ઘણી રે ખમ્મા...! ‘સાંઈરામ એક પ્રયોગશીલ શિક્ષક અને કલાવંત કલાકાર છે. તેમની સરસ્વતી એમને જે જે શુભ સુઝાડે તેનાથી આબાલવૃદ્ધ સૌનું ભલું થશે, એવી શ્રદ્ધા અસ્થાને નથી.’ વિશ્વ વંદનીય સંત પૂ. શ્રી મોરારી બાપુ આ હાસ્યકાવ્ય સંગ્રહ વાચકવર્ગ માટે હાસ્યરસની છોળો તો ઉડાડે જ છે, પરંતુ માનવતાના દર્દ અને પીડાને... read more

    Category: Poetry
  • Shradhha Na Diva

    200.00

    `સાંઈરામ દવે’ એ નામ હવે ગુજરાતીઓ માટે ઓળખાણનું મોહતાજ નથી. હાસ્ય-સાહિત્ય-કવિતા-લેખન અને શિક્ષણ જેવા પાંચેય વિષયમાં તેમણે સુંદર ખેડાણ કર્યું છે. સાંઈરામ દવે ગુજરાતના પંચામૃત સમા કલાકાર છે.   ભક્તિ અને રાષ્ટ્રભક્તિનું સંમિશ્રણ એ સાંઈરામની અભિવ્યક્તિની વિશેષતા રહી છે. એક નખશીખ સર્જનશીલ કલાસાધક હોવાને નાતે, તેમણે રાષ્ટ્રભક્તિનાં, ગુજરાતપ્રીતિનાં અને ભક્તિસંગીતનાં... read more

    Category: Banner 1
    Category: New Arrivals
    Category: Spiritual
  • Vande Hasyam

    200.00

    હાસ્ય એ ઈશ્વરની માનવજાતને મળેલી સૌથી મૂલ્યવાન ભેટ છે. માનસિક તાણની સદીઓ જૂની મહામારી સામે હાસ્યસર્જકો કાયમી ધોરણે વેક્સિન જેવા રહ્યા છે. સાંઈરામ દવે ડાયરાની દુનિયામાં આદર સાથે લેવાતું નામ છે. એક સ્ટેજ પર્ફોર્મર જ્યારે કલમ હાથ ધરે ત્યારે તેમના સર્જનમાં એક જુદી જ પ્રવાહિતા નિષ્પન્ન થતી હોય છે.લાખો ચહેરાઓને... read more

    Category: Humorous Essays
    Category: New Arrivals
  • Varta Name Nagar : Storyland 1

    135.00

    ક્યારેક એવું લાગે કે ગુજરાતી ભાષામાં મૌલિક બાળવાર્તાઓનો દુકાળ છે. આ મહેણું ભાંગવા માટે ગુજરાતી ભાષામાં લખાયેલી મૌલિક, તાજી અને આજની નવી પેઢીને લક્ષ્યમાં રાખીને તૈયાર કરેલી બાળવાર્તાઓ તમારી સમક્ષ લઈને આવ્યો છું. આ બાળવાર્તાઓ મારાં નાનકડા દોસ્તોને તો ગમશે જ પણ તેની સાથે તેમના વિકાસમાં પણ મદદરૂપ થશે એવો... read more

    Category: 2024
    Category: Latest
    Category: March 2024
    Category: New Arrivals
  • Hasya No Highway

    125.00

    વિશ્વવિખ્યાત હાસ્યકાર ચાર્લી ચૅપ્લિને પોતાની આત્મકથામાં લખ્યું છે કે મારા જીવનમાં હાસ્ય ન હોત તો હું જીવી જ ન શક્યો હોત! જીવવા માટે અનાજ-પાણી અને શ્વાસનું જેટલું મહત્ત્વ છે એટલું મહત્ત્વ હાસ્યનું પણ છે, તેમ છતાં આજે મોટાભાગના માણસો કોણ જાણે કેમ હસવાનું ભૂલી ગયા છે. હાસ્ય તો ‘સબ દુઃખોં... read more

    Category: Humour
  • Hu Dunia Ne Hasavu Chhu

    125.00

    વિશ્વવિખ્યાત હાસ્યકાર ચાર્લી ચૅપ્લિને પોતાની આત્મકથામાં લખ્યું છે કે મારા જીવનમાં હાસ્ય ન હોત તો હું જીવી જ ન શક્યો હોત! જીવવા માટે અનાજ-પાણી અને શ્વાસનું જેટલું મહત્ત્વ છે એટલું મહત્ત્વ હાસ્યનું પણ છે, તેમ છતાં આજે મોટાભાગના માણસો કોણ જાણે કેમ હસવાનું ભૂલી ગયા છે. હાસ્ય તો ‘સબ દુઃખોં... read more

    Category: Humour
  • Mama Nu Ghar Ketle

    175.00

    વ્હાલા બાળદોસ્તો, મારા બાળપણને વાગોળીને મેં આ બાળગીતો તમારાં માટે લખ્યાં છે. મારી માતૃભાષામાં શ્વસ્તી તમામ ગુજરાતી માતાઓ અને બહેનોને આ એક ભાઈ તરફથી ભેટ છે. સાંઈમામાનાં આ બાળગીતો કોઈ સલાહસૂચન કે વેદનાઓનો M.R.I. નથી પરંતુ તમારા બાળક માટેની ભગવદ્ગીતા છે. આ બાળગીતો તો જીવતરનો જલસો છે અને બાળપણને ઊજવવાનો... read more

  • Smile Nu Tsunami

    199.00

    પ્રસિદ્ધ હાસ્યલેખક માર્ક ટ્વેઈન કહે છેઃ સાચા હાસ્યનો રણકો ક્યારેય બોદો નથી હોતો, કારણ કે એમાં નહીં દેખાતા આંસુની ભીનાશ હોય છે. માણસના જીવનમાં આજે માનસિક તાણ અને ડિપ્રેશન, જાણે-અજાણે પ્રવેશી ગયાં છે. માણસ બે ઘડી હળવો થઈને જીવી પણ નથી શકતો. ઘણીવાર ખબર નથી પડતી કે માણસ જીવવા માટે... read more

    Category: Humour
  • Smileram

    199.00

    વિશ્વખ્યાત હાસ્ય કલાકાર ચાર્લી ચેપ્લિને પોતાની આત્મકથામાં લખ્યું છે કે મારા જીવનમાં હાસ્ય ન હોત તો હું જીવી જ ન શક્યો હોત! અનેક મુશ્કેલીઓ અને વિટંબણાઓ વચ્ચે પણ એ ટકી ગયા એના મૂળમાં છે હાસ્ય! આપણા જીવનમાં આજે માનસિક તાણ અને ડિપ્રેશન જાણે-અજાણે પ્રવેશી ગયાં છે, જેના લીધે આપણે બે... read more

    Category: Humour