વ્હાલા બાળદોસ્તો,
મારા બાળપણને વાગોળીને મેં આ બાળગીતો તમારાં માટે લખ્યાં છે. મારી માતૃભાષામાં શ્વસ્તી તમામ ગુજરાતી માતાઓ અને બહેનોને આ એક ભાઈ તરફથી ભેટ છે. સાંઈમામાનાં આ બાળગીતો કોઈ સલાહસૂચન કે વેદનાઓનો M.R.I. નથી પરંતુ તમારા બાળક માટેની ભગવદ્ગીતા છે.
આ બાળગીતો તો જીવતરનો જલસો છે અને બાળપણને ઊજવવાનો નુસખો છે. વીડિયો ગેઇમ, P.S.P., મોબાઇલ, ટી.વી. અને કાર્ટૂન નેટવર્કમાં ચ્યૂઇંગમની જેમ ચોંટી ગયેલાં આ બાળરાજાઓને ફરી એકવાર રમતના મેદાન તરફ અને બાળપણની મસ્તીમાં ખેંચી જવાનો મારો નમ્ર પ્રયાસ છે.
`મામાનું ઘર કેટલે?’ તમારા બાળકના એટલે કે મારા ભાણુભા અને ભાણકીઓની બાળમસ્તી અખંડ, અણનમ અને અકબંધ રાખવા માટે જ સર્જાયું છે.
હવે, ભાણિયા’વ તમને આ પુસ્તકમાંથી તમારા સવાલોના હળવાફૂલ જવાબો મળશે તો ખડખડાટ હસાવતા જોક્સની સાથે અનોખા ઉખાણા પણ મળશે.
હાલો, હવે ભાણુભા-ભાણીબેન દફતર પાટી મૂકો. કાર્ટૂન બાર્ટૂન છોડો, ટી.વી. સાથે નાતો તોડો અને બાલગીતો તરફ દોડો.
—તમારા જ, સાંઈમામા
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789388882729
Month & Year: July 2019
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 52
Weight: 0.18 kg
Additional Details
ISBN: 9789388882729
Month & Year: July 2019
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 52
Weight: 0.18 kg
Inspired by your browsing history
Inspired by your browsing history
You cannot copy content of this page
Be the first to review “Mama Nu Ghar Ketle”
You must be logged in to post a review.