ગણિત શીખીએ હસતાં રમતાં
હસતાં રમતાં ગણિત શીખીએ
પ્રાથમિક શાળાથી માંડીને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને ગણિત શીખવતાં શીખવતાં આચાર્ય નરેન્દ્રદેવ પાઠકને આ અઘરો વિષય સરળ બનાવવાના કેટલાક રસ્તા સૂઝ્યા. આ જુદા જુદા રસ્તાની વિગતો તેમના લેખોમાં સંગ્રહાયેલી હતી તે હવે પુસ્તક આકારે પ્રગટ થાય છે તે આનંદની વાત છે.
વિશેષ આનંદ તો એ વાતનો છે કે આપણી ભાષામાં આ પ્રકારનું સાહિત્ય બહુ પ્રગટ થયું નથી અને જે કાંઈ જૂજ સાહિત્ય પ્રગટ થયું છે તે કાં તો અંગ્રેજી પુસ્તકોના અનુવાદ છે કે અંગ્રેજી પુસ્તકો પરથી સ્ફુરેલું સાહિત્ય છે.
આચાર્ય પાઠકે તો વર્ગોમાં ભણાવતાં ભણાવતાં (પછી તે વર્ગો અધ્યાપન મંદિરોમાં તાલીમ લેતા તાલીમાર્થીઓના હોય કે પ્રાથમિક, માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓનાં હોય) ગણિત રસિક બનાવવાના નુસખા વિચાર્યા, વર્ગમાં વાપર્યા અને પછી તેમાંથી આ સાહિત્યનું સર્જન કર્યું છે.
– પ્ર. ચુ. વૈદ્ય
Be the first to review “Ganit Samjo Hasta Ramta”