ડૉ. નવીન વિભાકર અમેરિકામાં રહેતા એક જાણીતા ગુજરાતી લેખક છે. તેમનો જન્મ ટાન્ઝાનિયાના મવાન્ઝામાં થયો હતો. તેમણે ત્યાં જ સ્કૂલનું શિક્ષણ લીધું. તેમણે બૉમ્બેથી મેડિકલની ડિગ્રી મેળવી અને ત્યારબાદ આફ્રિકામાં 25 વર્ષ પ્રેક્ટિસ કરી. ત્યારબાદ તેઓ 1992માં અમેરિકા ગયા. પિતાના અવસાન પછી તેમણે તમામ ભાઈ બહેનોને શિક્ષિત કરી અમેરિકામાં સ્થાયી કર્યા. તેઓ કહે છે કે “હવે હું અર્ધ-નિવૃત્ત અને સંપૂર્ણ લેખક છું. તેઓ મૂળ જૂનાગઢનાં છે. તેમણે ઈંગ્લેન્ડ, કેનેડા, જાપાન, હોંગકોંગ, થાઈલેન્ડ, ભારત, ઝામ્બિયા, માલાવી, કેન્યા, યુગાંડા અને ઇથોપિયા જેવા વિવિધ દેશોની યાત્રા કરી છે.
“Najuk Namnu Pankhi” has been added to your cart. View cart