Hitler

Select format

In stock

Qty

હિટલર.
એડોલ્ફ હિટલર.
નામ સાંભળતાં જ ભલભલાના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ જાય એવું ભયાનક વ્યક્તિત્વ એટલે એડોલ્ફ હિટલર!

જર્મનીને પહેલા વિશ્વયુદ્ધમાં મળેલાં કારમા પરાજયનો બદલો લેવાનાં છૂપા ઈરાદા સાથે સત્તા ઉપર આવેલા હિટલરે, પૂરી દુનિયાને બીજા વિશ્વયુદ્ધમાં ધકેલી દીધી. નાનપણમાં પોતાને થયેલાં અન્યાય અને દુઃખદ અનુભવ માટે સમગ્ર યહુદી પ્રજાને જવાબદાર ગણતાં હિટલરે, પૃથ્વી ઉપરથી યહુદી પ્રજાનું નામોનિશાન મિટાવી દેવાનું જાણે નક્કી કર્યું હોય એ રીતે વીણીવીણીને યહુદીઓને મોતને ઘાટ ઉતારી દીધા. નવાં-નવાં શસ્ત્રોની શોધ હોય કે કેદીઓને યાતના આપવાની નવી ટૅક્નિક્સ – દરેક મોરચે દુનિયાને ઝુકાવી દેવાનું એક ઝેરી ષડયંત્ર રચવામાં આવ્યું. હિટલરે ઊભાં કરેલાં વિશ્વયુદ્ધની યાતનાઓના જખમ ભરાવા માટે માનવજાતે સદીઓ સુધી રાહ જોવી પડશે.

સંસારના સૌથી મોટા સરમુખત્યારે માનવતાની સામે છેડેલા જંગની આ ખોફનાક કથા છે.

એડોલ્ફ હિટલરના ઉદય, અસ્ત અને અંજામની આ કથા તમારા રુંવાડાં ખડાં કરી દેશે.

Weight0.27 kg
Dimensions5.5 × 8.5 in
Binding

Paperback

Additional Details

ISBN: NA

Month & Year: NA

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: NA

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.27 kg

ડૉ. નવીન વિભાકર અમેરિકામાં રહેતા એક જાણીતા ગુજરાતી લેખક છે. તેમનો જન્મ ટાન્ઝાનિયાના મવાન્ઝામાં થયો હતો. તેમણે ત્યાં જ સ્કૂલનું શિક્ષણ લીધું. તેમણે બૉમ્બેથી મેડિકલની… Read More

Additional Details

ISBN: NA

Month & Year: NA

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: NA

Dimension: 5.5 × 8.5 in

Weight: 0.27 kg