ડૉ. બાબાસાહેબ આંબેડકર અને સ્વામી વિવેકાનંદના જીવન દર્શનના અભ્યાસુ કિશોર મકવાણા સામાજિક ન્યાય, સામાજિક સમતા-સમરસતા ઉપર વર્ષોથી લખતા રહ્યા છે. તેઓ વડાપ્રધાનના અધ્યક્ષપદ હેઠળ કાર્યરત ‘નેહરુ મૅમોરિયલ મ્યુઝિયમ ઍન્ડ લાઇબ્રેરી’માં સભ્ય અને ડૉ. બાબાસાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટીનના બૉર્ડ મૅમ્બર છે. તેઓ લગભગ 30 વર્ષથી પત્રકારત્વ સાથે સંકળાયેલા છે. ‘દિવ્ય ભાસ્કર’ દૈનિકની રવિપૂર્તિમાં સૉશિયલ નેટવર્ક કૉલમના કૉલમિસ્ટ છે. ‘નમસ્કાર’ સામયિક અને ‘સાધના’ સાપ્તાહિકના ભૂતપૂર્વ તંત્રી રહી ચૂક્યા છે. Mission BHIM વેબસાઇટના સ્થાપક છે, જેના દ્વારા ડૉ. આંબેડકરના ગ્રંથો અને વિચારોનો પ્રચાર-પ્રસાર થાય છે.
‘કૉમનમૅન નરેન્દ્ર મોદી’ આ પુસ્તકનો દેશની ઘણી ભાષામાં અનુવાદ થયો તેમજ એના પરથી Eros Now પર વૅબસિરીઝ બની છે. તેમના 33 કરતા વધુ પુસ્તકો છે. ડૉ. આંબેડકર પર તેમનાં 9 પુસ્તકો છે. તેમણે અનેક પુસ્તકોનાં અનુવાદો તેમજ સંપાદનો કર્યાં છે.
કિશોર મકવાણાને તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના હસ્તે ‘સામાજિક સમરસતા અને ભારતીય રાષ્ટ્રવાદ’ માટેના પત્રકારત્વ બદલ ‘નચિકેતા પુરસ્કાર’, નેપાળ ‘બૌદ્ધ ઇન્ટરનેશલ મિશન' તરફથી ‘તથાગત પુરસ્કાર', ‘પ્રતાપ નારાયણ મિશ્ર યુવા સાહિત્ય પુરસ્કાર’ અને ‘ગુજરાત ગૌરવ’ જેવા અનેક પુરસ્કારો તથા સામાજિક તથા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સન્માનિત થયા છે.
અટલ બિહારી વાજપેયીની ઐતિહાસિક લાહોર બસયાત્રા સમયે પત્રકાર તરીકે લાહોર યાત્રા કરી છે. ઉપરાંત એક પત્રકાર તરીકે પાકિસ્તાન, નેપાળ, લંડન, મોરિશસ, ભૂતાનની મુલાકાત.