ભાણદેવનો જન્મ મોરબી જિલ્લાના ખાખરાળા ગામે થયો હતો. તેઓએ તત્વજ્ઞાનમાં એમ.એ. તથા ‘ડિપ્લોમા ઇન યોગ’ કરેલ છે. તેઓ સાધુજીવન જીવતા એક યોગશિક્ષક, લોકશિક્ષક છે. યોગશિક્ષણ અને અધ્યાત્મબોધ માટે તેઓ વિશ્વ પ્રવાસ કરે છે. ભારત સરકાર તરફથી તેમને 'યોગવિદ્યા' અને ગુજરાતી સાહિત્ય પરિષદ અને અકાદમી તરફથી પણ તેઓને સન્માનિત કરવામાં આવેલા છે. તેઓએ યોગ, હિન્દુધર્મ, અધ્યાત્મ, યાત્રા,શિક્ષણ, જીવનચરિત્ર અને જીવન ઘડતર જેવા વિષયક અનેક પુસ્તકો લખેલા છે.