સુરતમાં જન્મેલાં લેખિકાએ B.com.નો અભ્યાસ પૂરો કર્યા બાદ કમ્પ્યૂટરમાં પોતાની કારકિર્દી બનાવી હતી. ત્યારબાદ ઇન્વેસ્ટમૅન્ટ ક્ષેત્રમાં અનુભવ લઈને લગ્ન બાદ સુરત ખાતે સંયુક્ત અને બહોળા પરિવારમાં સ્થાયી થયાં છે. ભરતનાટ્યમમાં વિશારદની ઉપાધિ મેળવીને બાળકોને શીખવાડતાં હતાં. વાંચનના શોખની સાથે જ ચિત્રકામમાં પણ પારંગત છે. સંગીતનો શોખ છે તો સાથે સાથે યાત્રા પણ પસંદ છે – અંદરની સાથે બહારની પણ... આધુનિક અને સ્પષ્ટ વિચારધારા ધરાવતાં લેખિકા પરંપરા અને સંસ્કૃતિમાં પણ ઊંડો વિશ્વાસ ધરાવે છે.