Amisha Shah
3 Books / Date of Birth:- 06-09-1966
અમીષા શાહ એક જાણીતા લેખિકા અને કૉલમિસ્ટ છે. લગભગ છ વર્ષ સુધી ‘ટાઈમ્સ ઑફ ઇન્ડીયા’ના ગુજરાતી અખબાર ‘નવગુજરાત સમય’માં દર રવિવારે પ્રકાશિત થતી એમની તથા એમના જીવનસાથી મૃગાંક શાહની સહિયારી કૉલમ ‘મહેફિલ’ ખૂબ લોકચાહના પામી છે. કવિ અને લેખિકા દંપતીનો ગુજરાતી સાહિત્યમાં આ એક નવતર પ્રયોગ છે. મૃગાંક શાહની કવિતા અને સાથે એ જ વિષય પર અમીષા શાહનો લેખ. એમણે માસ્ટર્સ ઑફ સોશિયલ વર્ક તથા માસ્ટર્સ ઑફ સાયકૉલોજીની ડીગ્રી મેળવી છે. સ્વભાવે સાહસિક એવા અમીષાબેનએ પરંપરાગત રીતે નોકરી કરવાની જગ્યાએ ખૂબ નાની ઉંમરે સાહસ કરી પોતાની જ હ્યુમન રિસોર્સ કન્સલ્ટનસી શરુ કરી જેનું નામ છે, સંપર્ક કન્સલ્ટનટ્સ. આજે તેઓ પોતાના બહોળા સ્ટાફની મદદથી ઑલ ઇન્ડિયા લેવલ પર કુશળતાથી રીક્રુટમેન્ટનું કામકાજ સફળતાપૂર્વક પાર પડે છે.
Social Links:-

Showing all 3 results

  • Humtum

    250.00

    કેફિયત હમતુમની...   એક હતો કવિ અને એક હતી લેખિકા. કવિ લાવ્યો પંક્તિઓનો ખજાનો, લેખિકા લાવી અંદાઝ પોતાનો, અને જામી મહેફિલ - હમતુમની!   એમાં ચર્ચા ચાલી માણસને કરડીને ખાઈ જતી જડ પ્રથાઓ ઉપર, પોતાની જાતે બની બેઠેલા દેવી દેવતાઓ ઉપર, નિર્દોષ માણસોથી સડતા લાશના સ્મશાનો ઉપર, ચવાઈ જતા ગરીબોના... read more

    Category: Articles
    Category: Banner 2
    Category: New Arrivals
  • Thank You Mummy

    300.00

    માતા સીતા હોય કે તાટકા હોય; માતા સતી હોય કે ગણિકા હોય; માતા ગાય હોય કે વાઘણ હોય; માતૃત્વ સદાય પવિત્ર જ હોય છે. આ પૃથ્વી પર માતૃત્વથી અધિક પવિત્ર એવી કોઈ ઘટનાની મને જાણ નથી, કારણ કે આખરે તો પૃથ્વી પોતે પણ એક માતા જ છે! ગુણવંત શાહ

    By Amisha Shah, Mrugank Shah
    Category: Reminiscence
  • Thank You Pappa

    350.00

    આ પુસ્તકને હું શગમોતીડે વધાવું છું. નરસિંહ મહેતા જેવો દૃઢવૈરાગી પિતા પણ કુંવરબાઈ વિના અધૂરો છે. પંડિત નહેરુ જેવો રૅશનાલિસ્ટ પિતા પણ પ્રિયદર્શિની ઇંદિરા વિના અધૂરો છે. ભગવદ્ગીતામાં જે મહત્ત્વ ભક્તિયોગનું છે, તેવું જ મહત્ત્વ જીવનગીતામાં દીકરીયોગનું છે. આ પુસ્તકમાં જે જે દીકરીઓએ પિતા પર વહાલ વરસાવ્યું છે તે હૃદયને... read more

    By Amisha Shah, Sanjay Vaidya
    Category: Reminiscence