આ પુસ્તકને
હું શગમોતીડે વધાવું છું.
નરસિંહ મહેતા જેવો
દૃઢવૈરાગી પિતા પણ
કુંવરબાઈ વિના અધૂરો છે.
પંડિત નહેરુ જેવો
રૅશનાલિસ્ટ પિતા પણ
પ્રિયદર્શિની ઇંદિરા વિના અધૂરો છે.
ભગવદ્ગીતામાં જે
મહત્ત્વ ભક્તિયોગનું છે,
તેવું જ મહત્ત્વ
જીવનગીતામાં દીકરીયોગનું છે.
આ પુસ્તકમાં
જે જે દીકરીઓએ પિતા પર
વહાલ વરસાવ્યું છે તે
હૃદયને ભીનું કરનારું છે.
મોગરાની મહેક,
ગુલાબની ભવ્યતા અને
પારિજાતની દિવ્યતા
કોઈ ઝાકળબિંદુમાં
એકઠી થાય ત્યારે
પરિવારને દીકરી પ્રાપ્ત થાય છે.
આ પુસ્તક વાંચનારાઓને
પ્રત્યેક પાન પર
ઝાકળબિંદુના અસ્તિત્વની
અનુભૂતિ થશે.
એ ઝાકળબિંદુનું નામ દીકરી છે.
ગુણવંત શાહ
Be the first to review “Thank You Pappa”
You must be logged in to post a review.