અમીષા શાહ એક જાણીતા લેખિકા અને કૉલમિસ્ટ છે. લગભગ છ વર્ષ સુધી ‘ટાઈમ્સ ઑફ ઇન્ડીયા’ના ગુજરાતી અખબાર ‘નવગુજરાત સમય’માં દર રવિવારે પ્રકાશિત થતી એમની તથા એમના જીવનસાથી મૃગાંક શાહની સહિયારી કૉલમ ‘મહેફિલ’ ખૂબ લોકચાહના પામી છે. કવિ અને લેખિકા દંપતીનો ગુજરાતી સાહિત્યમાં આ એક નવતર પ્રયોગ છે. મૃગાંક શાહની કવિતા અને સાથે એ જ વિષય પર અમીષા શાહનો લેખ.
એમણે માસ્ટર્સ ઑફ સોશિયલ વર્ક તથા માસ્ટર્સ ઑફ સાયકૉલોજીની ડીગ્રી મેળવી છે. સ્વભાવે સાહસિક એવા અમીષાબેનએ પરંપરાગત રીતે નોકરી કરવાની જગ્યાએ ખૂબ નાની ઉંમરે સાહસ કરી પોતાની જ હ્યુમન રિસોર્સ કન્સલ્ટનસી શરુ કરી જેનું નામ છે, સંપર્ક કન્સલ્ટનટ્સ. આજે તેઓ પોતાના બહોળા સ્ટાફની મદદથી ઑલ ઇન્ડિયા લેવલ પર કુશળતાથી રીક્રુટમેન્ટનું કામકાજ સફળતાપૂર્વક પાર પડે છે.
Social Links:-
“Thank You Mummy” has been added to your cart. View cart