Architect Of Amritpath (Guj)

Select format

In stock

Qty

ઋષિમુનિઓના વારસદાર
માણસ તરીકેની આપણી પ્રાથમિક જવાબદારી છે : આપણને વારસામાં મળેલા આ પૃથ્વી ગ્રહને આપણા પછીની પેઢી માટે વધુ બેહતર કરીને સોંપતા જવું. આપણે સહુ પ્રકૃતિનાં સંતાન છીએ, પણ એ આપણું જતન કરે છે, એટલી સંભાળ આપણે તેની રાખતાં નથી!
ક્લાઇમેટ ચેન્જ જેમનો અંગત રીતે પ્રિય વિષય છે અને પોતે વૈજ્ઞાનિક અભ્યાસ અને ભારતીય વિરાસતના સંગમ જેવું પુસ્તક એના પર લખી ચૂક્યા છે, એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્રીન એનર્જીની મિસાલ ઊભી કરવા કટિબદ્ધ છે. ત્યારે એક ગુજરાતી વીર પર બીજા વિરલા ગણાય એવા ગુજરાતી વિરલ દેસાઈનું આ રસપ્રદ પુસ્તક જનમાનસમાં જાગૃતિની જ્યોતિ પ્રગટાવી શકે એમ છે.
વિરલ દેસાઈ ‘વીર’ એક જુદું જ યુદ્ધ લડી રહ્યા છે. પર્યાવરણને વધુ રળિયામણું કરવાનું અને ધરતીને વધુ હરિયાળી કરવાનું. એ માટે એમના ઉદ્યોગમાં CSR લાગુ ન પડતું હોવા છતાં માણસાઈની નૈતિક જવાબદારી સ્વીકારી, ગાંઠના ગોપીચંદને ખર્ચ કરીને એટલાં તો વૃક્ષો ઉછેર્યાં છે કે દેશ-પરદેશનાં ટોચના અનેક સન્માનો એમને મળ્યાં છે. છતાં એમનો આ સદાકાળ ચાલુ રહેતો ‘ગ્રીન યજ્ઞ’ જ એમને સૌથી વધુ આનંદ અને સંતોષ આપે છે, એ અનુભવ કર્યો છે. આવા લીલાછમ માનવી વિરલ દેસાઈ ‘વીર’ જંગલમાં મંગલમય જીવન વિતાવી આયુષ્ય માનવસેવામાં સમર્પિત કરતા ઋષિઓના સાચા વારસદાર છે. એમની કલમે આ પાનાંઓમાં વિચારવિહાર કરવાથી પ્રકૃતિના માધ્યમે પરમાત્માની વધુ નજીક જવાની તક મળશે.
જય વસાવડા
planetjv.net

Weight0.44 kg
Dimensions1.5 × 6.25 × 9.5 in
Binding

Hard Cover

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Architect Of Amritpath (Guj)”

Additional Details

ISBN: 9788119132485

Month & Year: June 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 148

Dimension: 1.5 × 6.25 × 9.5 in

Weight: 0.44 kg

વિરલ સુધીર દેસાઈ સુરત બેઝ્ડ ઍન્ટ્રેપ્રેન્યોર છે, જેઓ પર્યાવરણ સંરક્ષણ અને ક્લાઇમેટ ઍક્શન માટે જાણીતા છે. ઍન્ટ્રેપ્રેન્યોર તરીકે તેમણે તેમની કંપની ઝેનિટેક્સને હંમેશાં આગવી ઊંચાઈઓ… Read More

Additional Details

ISBN: 9788119132485

Month & Year: June 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 148

Dimension: 1.5 × 6.25 × 9.5 in

Weight: 0.44 kg