'જન્મભૂમિ-પ્રવાસી' અને 'ફૂલછાબ' માં વિનુ મહેતા વર્ષો સુધી કૉલમ લખતા રહ્યા. 'વાણી તારા પાણી' શીર્ષક તળે, આગવી અને અણીયાળી જબાનમાં ચાલતી આ રસળતી કટારનો પાક્કો બંધાણી ગણી શકાઈ એવો વિશાળ વાંચકવર્ગ એમણે ઊભો કર્યો હતો. 'વાણી તારા પાણી', 'ચારણ ચોથો વેદ', 'આસપાસ-ચોપાસ' અને શબદની સવારી' એમના લોકપ્રિય પુસ્તકો છે.