મારા તાબામાં હોય એટલી નમ્રતા એકઠી કરીને જવાબમાં એક જ વાત કરવાની ગુસ્તાખી કરું છું. મને યુનિવર્સિટીના કેમ્પસ પર અમથાં અટવાતાં અને હૉસ્ટેલોમાં સડતાં જુવાનિયાનું `ચચરે’ છે. ભારતના લોકાત્માની શોધ રામાયણ અને મહાભારત જેવાં મહાકાવ્યોના સેવન વગર; અધૂરી જ ગણાય. વાલ્મીકિ અને વ્યાસથી સાવ અજાણી રહી ગયેલી આજની પેઢીનાં જુવાનિયાં મને લગભગ અનાથ જણાય છે. તેઓને તો ખબર પણ નથી કે પોતે અનાથ છે.
ભારતીય સંસ્કૃતિની સુગંધ આજની નવી પેઢી સુધી પહોંચાડવામાં રામાયણ જેવું મહાકાવ્ય ઘણો ફાળો આપી શકે. આપણા લોકોની એક કુટેવ ભારે હઠીલી છે. આપણને આપણા વૈભવ અને વારસાની હોવી જોઈએ તેટલી કદર નથી અને તેથી પ્રતીતિ પણ નથી. આજનું યુવાજગત જો આપણી અસ્મિતાના આ વૈભવથી અજાણ રહેશે, તો ઘણું ગુમાવશે એની મને પીડા છે.
રામાયણે આપેલા ‘મર્યાદા’ અને ‘વિવેક’ જેવા બે અદ્વિતીય શબ્દોનો અનુવાદ દુનિયાની કોઈ ભાષામાં થઈ શકતો નથી. મને લાગે છે કે
આપણી નવી પેઢી રામાયણ દ્વારા પ્રાપ્ત થતી હૃદયની કેળવણીથી વંચિત રહેવી ન જોઈએ. નવી પેઢીને કાન આમળીને મારે થોડાક મોટા અવાજે કહેવું છે : “હે યુવાનો! રામાયણનું
પઠન કર્યા વગર મરવું એ ખોટનો ધંધો છે.”
ગુણવંત શાહ
Be the first to review “Maryada Purushottam Shri Ram Vandana”
You must be logged in to post a review.