કર્મ નથી છોડવાનું. કર્મના ફળનું વળગણ છોડવાનું છે.
કર્મ શુષ્ક બને ત્યારે વૈતરું, પરંતુ ભીનું બને ત્યારે ભક્તિ.
ભક્તિમય કર્મનો ઉદય થાય તેમાં કૃષ્ણ રાજી રાજી!
પંડિતનું જ્ઞાન અહંકારવર્ધક હોવાનું, પરંતુ સંતનું જ્ઞાન હળવું હળવું અને શીતળ શીતળ!
ભક્તિમય જ્ઞાનનો ઉદય થાય તેમાં કૃષ્ણ રાજી રાજી !
મનુષ્યે મનુષ્યે સ્વભાવ જુદા જુદા હોવાના. માનવસંબંધોને સાક્ષીભાવે નિહાળવા રહ્યા.
સ્થિતપ્રજ્ઞ પણ પ્રસન્ન હોવો જોઈએ.
સ્થિતપ્રજ્ઞને પ્રસન્ન જુએ ત્યારે કૃષ્ણ રાજી રાજી!
અહિંસાના ઓઠા હેઠળ કાયરતા કેળવાય, ધર્મના ઓઠા હેઠળ મન્યુવિહીન મજબૂરી કેળવાય,
તટસ્થતાના ઓઠા હેઠળ ગોળ ગોળ અસત્ય બોલાય,
ત્યારે કૃષ્ણ નહીં રાજી, નહીં રાજી, નહીં રાજી!
જ્યાં અને જ્યારે સત્ય સામે અસત્ય અથડાય, ત્યાં અને ત્યારે સામાન્ય મનુષ્ય જોરથી ખોંખારો ખાય અને વેચાતી લડાઈ વહોરી લે તે ક્ષણે કૃષ્ણ રાજી રાજી!
કૃષ્ણમ્ વંદે જગદ્ગુરુમ્
Be the first to review “Krushnam Vande Jagadgurum”
You must be logged in to post a review.