Vasudha Inamdar
1 Book
જન્મ મહારાષ્ટ્રમાં તેથી શિક્ષણ પણ મરાઠીમાં જ! માધ્યમિક શાળા પછીનું શિક્ષણ લોકભારતી (સણોસરા). સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એમ.એ. કર્યા પછી ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રયોગશીલ મરાઠી અને ગુજરાતી નવલકથાઓનો તુલનાત્મક અભ્યાસ કરી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી.ત્રણેક દાયકાથી વધુ અમેરિકાના વસવાટ દરમિયાન ટૂંકી વાર્તાઓ લખી, જે ‘અખંડ આનંદ’, ‘કુમાર’, ‘પરબ’, ‘ગુજરાત ટાઇમ્સ’ જેવા માસિકોમાં પ્રસિદ્ધ થઈ રહી. એ બધી વાર્તાઓ ‘અનુજા’ અને આગળ જતાં, ‘મા, તું આવીશ ને?’ જેવા વાર્તાસંગ્રહમાં સંકલિત થઈ છે.