Uttam Mevada
1 Book
ઉત્તમ મેવાડા, ઉત્તર ગુજરાતનું બનાસકાંઠાના કોળિયારા વિસ્તારનું ટાકરવાડા ગામ એ એમનું જન્મસ્થળ. ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. અર્થશાસ્ત્ર સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ભારતીય વિદ્યાભવન, અમદાવાદમાંથી પત્રકારત્વ ક્ષેત્રનો ડિપ્લોમા પ્રાપ્ત. અમદાવાદ મૅનેજમેન્ટ ઍસોસિએશનમાંથી કૉર્પોરેટ કૉમ્યુનિકેશન ઍન્ડ ઍડ્વર્ટાઇઝિંગ ક્ષેત્રનો વ્યાવસાયિક ડિપ્લોમા, ડેકુ-ઇસરો, અમદાવાદમાંથી ફિલ્મ સ્ક્રિપ્ટ લેખન અને ટેલિવિઝન પ્રોડક્શનની વ્યાવસાયિક તાલીમ તથા ફિલ્મનિર્માણ અંગેના વિવિધ ઓનલાઇન કોર્સિસ તેઓએ કરેલા છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગની માન્ય સંસ્થા સ્ક્રીન રાઇટર્સ ઍસોસિયેશન, મુંબઈના સભ્ય અને ગુજરાત રાજ્ય માહિતી ખાતા દ્વારા ટેલિવિઝન પ્રોગ્રામ નિર્માણ માટેની પેનલ પરના નિર્માતા. રાજ્ય સરકારના માહિતી ખાતામાં ત્રીસ વર્ષના સેવાકાળ દરમિયાન પત્રકારત્વ પ્રચાર-પ્રસાર, ઝરૂખો' ટેલિવિઝન સિરિયલ, વિવિધ દસ્તાવેજી ચિત્રો અને સમાચાર નિર્માણ, ગુજરાત ફિલ્મ વિકાસ નિગમ અને મંત્રીશ્રીઓ, ઉપરાંત ગ્રામ વિકાસ, નર્મદા વિકાસ યોજના, આરોગ્ય જેવાં વિવિધ સેવાકીય ક્ષેત્રમાં પત્રકારત્વ પીઆર અને પબ્લિસિટીનો વ્યાવસાયિક બહોળો અનુભવ. મુંબઈ ખાતે સરકારની લાયઝન ઑફિસમાં પણ કામગીરી. ઇન્ડિયન પૉર્ટ ઍસોસિયેશન, નવી દિલ્હીમાં ક્રિયેટિવ કન્સલન્ટ તરીકે ખાસ કામગીરી.હાલમાં ટેલિવિઝન પ્રોડક્શન, ક્રિયેટિવ ડિઝાઇનિંગ, પટકથા/સ્ક્રિપ્ટ રાઇટિંગક્ષેત્રે ફ્રીલાન્સ કાર્યરત. અનેક ટીવી ફિલ્મ્સ અને શોર્ટ ફિલ્મ્સ, ‘શ્ર’ ટીવી સિરિયલનું નિર્માણ કરેલું છે. નિવૃત્ત શિક્ષક સ્વ. ગોરધનભાઈ કેશિયાના જીવન આધારિત સંસ્કારોનો દસ્તાવેજ' પુસ્તકનું સંકલન પણ કરેલું છે તથા છે. સંજીવ રા૫ લિખિત અને હિન્દી અકાદમી સહાયિત હિંદી કવિતાસંગ્રહ 'ઐસે હી સમય મેં’નો ગુજરાતી અનુવાદ ‘એવા જ સમયે પણ કરેલો છે.