ડૉ. ઉજ્જવલ પટની પ્રખ્યાત વક્તા અને પ્રેરણા સીંચનાર વ્યક્તિ છે. વ્યવસાયની રીતે તેઓ દાંતના રોગના વિશેષજ્ઞ અને પટની સુપર સ્પેશિયલિટી હોસ્પિટલના જનક છે. સતત કંઈક નવું ને નવું શીખવાની ધગશના લીધે તેઓએ માનવ સંસાધનમાં એમ.બી.એ., રાજનીતિ વિજ્ઞાનમાં એમ.એ. તથા માનવ અધિકાર અને ઉપભોક્તા સંરક્ષણ જેવા વિષયોમાં વિશિષ્ટ યોગ્યતાઓ મેળવી છે.ડૉ. પટની માન્યતા પાત્ર (સર્ટિફાઇડ) વ્યક્તિ વિકાસના ટ્રેઇનર (પ્રશિક્ષક) છે. બીજી તરફ સ્પીચ ગુરુના રૂપમાં તેઓ પ્રભાવપૂર્વક બોલવાના અને ભાષણ આપવાની કલા ઉપર દેશભરમાં ફરીને ટ્રેઈનિંગ આપે છે. તો વળી એક વક્તાના રૂપમાં તેઓ શ્રોતાઓને હસાવતા હસાવતા, જાગૃત કરવાના અને આગળ વધવાની પ્રેરણા આપવાનું કાર્ય કરે છે. તેઓ દેશની ટોચની નેટવર્ક માર્કેટિંગ કંપનીઓને ટ્રેઇનિંગ અંગેની સલાહો પણ આપે છે. જબરદસ્ત પ્રભવિત કરી શકે તેવા પ્રેરકરૂપમાં તેઓના પ્રિય વિષયો છે _ અવલોકન, જીતનો મૂળમંત્ર, લીડરશીપ અનલિમિટેડ, પ્રભાવ પડે તેવું બોલવાની કળા, વાણી મારફત સફળતા, ખુદનું માર્કેટિંગ કેવી રીતે કરવું, અને એક દૂજે કે લીયે.વિવિધ પ્રકારનું શિક્ષણ, મૌલિકતા અને ગજબની પ્રયોગશીલતા તેમના વ્યક્તિત્વને વિશિષ્ટ બનાવે છે.હંમેશા કશુંક અલગ કરવાની તેમની હોંશના લીધે તેઓના નેતૃત્વ, કલ્પના અને માર્ગદર્શન હેઠળ 5, ફેબ્રુઆરી, 2005ના રોજ ભારતના ઊભરતા ગાયકો અને વાદકોના નામ તેઓએ ગીનીજ વિશ્વ વિક્રમ માટે રજૂ કર્યા હતા. ભિલાઈમાં આયોજીત સિંગિંગ મેરાથોન સમૂહગાન નામના આંતરરષ્ટ્રિય કાર્યક્રમમાં દુનિયાનું સૌથી લાંબા સમય સુધીનું સમૂહગાન કરાવીને કેનેડાનો વિશ્વ વિક્રમ તોડયો હતો. ભજનોના માધ્યમથી સમૂહગાનનો કદાચ ભારતનો આ સર્વપ્રથમ વિક્રમ છે. આ ભગીરથ કાર્યક્રમ તેઓની ઊંચી વિચારશૈલી અને નેતૃત્વ કરવાની ક્ષમતાનું નવીનતમ ઉદાહરણ છે.વિભિન્ન રષ્ટ્રિય અને પ્રાદેશિક સમાચારપત્રો, રેડિયો, આંતરરષ્ટ્રિય વેબસાઇટ તથા ટોચની ટી.વી. ચેનલો ઉપર તેઓની ઉપલબ્ધીઓ સતત દેખા દેતી હોય છે. પ્રેરણા આપનારા, લેખક અને ચિકિત્સકની જુદીજુદી ભૂમિકાઓ નિભાવનારા અદ્ભુત વક્તા ડૉ. ઉજ્જ્વલ પટની કહે છે કે - ‘પ્રભાવપૂર્વક બોલવાની કલા એ જ સફળતાનો મૂળમંત્ર છે.'
“Network Marketing Ketlu Satya Ketlu Asatya” has been added to your cart. View cart