Suresh Gadhvi
1 Book
ચલાલી (તા. બાલાસિનોર, જિ. મહીસાગર)ના વતની ડૉ. સુરેશ ગઢવી અંગ્રેજી વિષયના અધ્યાપક, પીએચ.ડી.ના માર્ગદર્શક, સારા અનુવાદક, શબ્દના મર્મી અને સાહિત્યના રસિક અભ્યાસુ છે. પ્રવૃત્તિએ સરળ અને વૃત્તિએ સહજ ડૉ. ગઢવી ચારણી સાહિત્યમાં પણ એટલી જ રસરુચિ ધરાવે છે. તેઓ આણંદ આર્ટ્સ કૉલેજ, આણંદમાં અંગ્રેજી વિભાગના અધ્યક્ષ તરીકે ફરજ બજાવે છે, તેમણે અંગ્રેજી વાર્તાઓના ગુજરાતી અનુવાદો તો આપ્યા જ, ગુજરાતી વાર્તાઓના અંગ્રેજી અનુવાદો પણ આપ્યા; જે સાહિત્ય અકાદમી, દિલ્હીના અંગ્રેજી મુખપત્ર Indian Literatureમાં પ્રગટ થયા. ગુજરાતી નવલકથા અને કાવ્યોના એમના અનુવાદો તેમજ તેમણે રચેલી થોડી વાર્તાઓ-કવિતાઓ સારો આવકાર પામ્યા છે. ગુજરાતી સાહિત્ય અકાદમીએ દ્વારા પણ તેઓ પુરસ્કૃત છે.