એસ. એસ. રાહીનો જન્મ ધ્રાંગધામાં થયો હતો. ‘સ્વાતંત્રોતત્ર ગુજરાતી ગઝલ’ વિષય પર તેઓએ Ph.D ની ડિગ્રી મેળવેલી છે. વિવિધ દૈનિકોમાં કૉલમ લખે છે. ‘ધબક’ સામયિકના સહતંત્રી તરીકે કાર્યરત હતા. 1987-91 સુધી ‘કચ્છ-સૌરાષ્ટ્ર પ્રોડક્ટિવિટી કાઉન્સિલ’માં ઍકઝયુટીવ સેક્રેટરી તરીકે કામ કરેલું. તેમની પ્રથમ ગઝલ મોરબીથી પ્રકાશિત થતાં માસિક ‘આરાધના’માં પ્રગટ થઈ હતી. ત્યારબાદ ગુજરાતીના અન્ય સામયિકોમાં એમની રચનાઓ પ્રગટ થતી રહી. તેમનો પ્રથમ ગઝલસંગ્રહ ‘પરવાઝ’ 1972માં પ્રગટ થયો, ત્યારબાદ ‘ઘટના’, ‘થાક’ અન્ય ગઝલસંગ્રહો પ્રગટ થયા.
“Tamari Yad Aave Chhe” has been added to your cart. View cart