Rujuta Diwekar
5 Books / Date of Birth:- 5-10-1973
ભારતના ટોચનાં ન્યુટ્રીશનિસ્ટમાં ઋજુતા દિવેકરની ગણના થાય છે. તેમણે ભારતનાં સૌથી વધુ વેચાતાં ડાયેટ પુસ્તક ‘મગજ ન ગુમાવો, વજન ગુમાવો’ અને ‘ફિટનેસ ગીતા’ જેવાં બેસ્ટસેલર પુસ્તકો લખ્યાં છે.ઋજુતાનું કાર્યસ્થળ મુંબઈ છે, ઋષિકેશમાં તે યોગનો અભ્યાસ કરે છે, ઉત્તરકાશી તેનું પ્રિય સ્થળ છે, તો હિમાલય ખૂંદવાનો તેનો શોખ છે. છેલ્લા દસકાથી પણ વધારે સમયથી તેણે ઘણાં ક્ષેત્રની વ્યક્તિઓને ફિટનેસ અને ડાયેટ માટેની  સલાહ આપી છે. જેમાં કરીના કપૂર, અનિલ અંબાણી, સૈફ અલી ખાન, કોંકણા સેન અને પ્રીટી ઝીન્ટા જેવી `સેલિબ્રિટીઝ'નો સમાવેશ થાય છે. ભારતમાં આજે સ્પોર્ટ્સ સાયન્સ અને આહાર નિષ્ણાત તરીકે કુશળ વ્યક્તિઓ આંગળીને વેઢે ગણી શકાય તેટલી ઓછી છે, તેમાં પણ પોતાની વિશિષ્ટ કુશળતા દ્વારા ઋજુતા દિવેકરે તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાના અભિગમ દ્વારા `ડાયેટિંગ'ની વ્યાખ્યા જ બદલી નાંખી છે.

Showing all 5 results

  • Healthy Kids

    275.00

    ઋજુતા દિવેકરનું અત્યાર સુધીનું આ સૌથી મહત્વનું પુસ્તક છે. નવી પેઢીના બાળકોની તંદુરસ્તી અને આરોગ્યની સુરક્ષા માટેનું ઉત્તમ માર્ગદર્શન અહીં અપાયું છે. આ પુસ્તક જેટલું વાલીઓ માટે ઉપયોગી છે તેટલું જ બાળકો માટે જરૂરિયાતનું છે. બાળકોના આહાર માટેની અનેક ગેરમાન્યતાઓ અને મૂંઝવણો અંગે આ પુસ્તકમાં આંખ ખોલી નાંખે તેવી વાતો... read more

    Category: 2023
    Category: Health
    Category: Latest
    Category: New Arrivals
    Category: November 2023
  • Super Foods

    150.00

    Food આપણા માટે કાયમ રસ અને આનંદનો વિષય રહ્યો છે પણ તમે કદી એવું વિચાર્યું છે કે Foodમાં તમે શું શું લો છો? વળી, ક્યારે, કેટલું અને કેવું Food લો છો? શું તમે ખરેખર Healthy Food ખાઈ રહ્યાં છો? ક્યાંક એવું તો નથી ને કે ખોરાકની તમારી એ આદતો તમને... read more

    Category: Cookery
  • Fitness Gita

    300.00

    તમારા શરીરમાં ફરી Energy લાવો, ચહેરા પર ફરી Glow લાવો અને મગજને Sharp બનાવો. ચાલો, વજન ઘટાડવાની માથાકૂટમાંથી મુક્ત થઈએ! * તમારો પ્રિય ખોરાક છોડ્યા વગર વજન ઘટાડવાનું અદ્ભુત રહસ્ય સમજાવનાર બેસ્ટસેલર લેખક ઋજુતા દિવેકરનું આ તદ્દન નવું પુસ્તક છે. * પરિવારની રોજિંદી ઘટમાળના કેન્દ્રમાં સ્ત્રી હોય છે. સ્ત્રીનું સ્વાસ્થ્ય... read more

    Category: Health
  • Magaj Na Gumavo Vajan Gumavo

    275.00

    * માત્ર શોખથી વાંચવા માટે નહીં, પણ તમારો પ્રિય ખોરાક છોડ્યા વગર વધારાનું વજન કેવી રીતે ઘટાડાય તે માટેના ઉપયોગી અને વ્યવહારુ ઉપાયો દર્શાવતું પુસ્તક. -DNA * વાંચવા-લાયક, ઉપયોગી, સરળ અને માવજતથી લખાયેલું પુસ્તક. - આઉટલુક * સ્વાદિષ્ટ ખોરાક ખાઈને પણ વજન ઘટાડવાની `ચૅલેન્જ' સ્વીકારતું પ્રેરણાદાયી પુસ્તક. - ન્યુ વુમન... read more

    Category: Health