Ravi Ila Bhatt
5 Books
લગભગ દોઢ દાયકા પહેલાં પત્રકારત્વજગતમાં પ્રવેશ કર્યો હતો. ‘દિવ્ય ભાસ્કર’ સાથે કારકિર્દીની શરૂઆત થઈ. શરૂઆતમાં અનુવાદ કરવા, સમચારોને સમજવા, તેનો વ્યાપ અને અસરો સમજવા વગેરે શીખતો ગયો. આ દરમિયાન ઘણા પત્રકાર મિત્રો, તંત્રીઓ, ડિઝાઇનર સાથીઓ, અનુવાદકો અને સિનિયર લેખકો અને સાહિત્યકારોને મળવાના તથા તેમની પાસેથી કંઈક ને કંઈક શીખવાના અવસરો સાંપડતા રહ્યા. તેમાંય 2012થી ‘સંદેશ’ પરિવાર સાથે જોડાણ થયા બાદ કારકિર્દીને એક નવી જ ઝડપ અને દિશા મળી ગયાં. પત્રકારત્વની સાથે સાથે લેખન અને અન્ય સાહિત્યિક કાર્યોમાં પણ સતત કામ કરવાના અવસરો વધતા ગયા... કદાચ એમ કહીએ કે મારા ઉપરી અધિકારીઓ અને સંદેશ મૅનેજમૅન્ટ દ્વારા અપાતા ગયા. આજે સંદેશ પરિવાર સાથે કામગીરીનો દાયકો થયો છે ત્યારે એક એવા માઈલસ્ટોન ઉપર આવી ગયો છું જ્યાં એક વૈયક્તિક ઓળખ મળી છે. અહીં હાલમાં ડેપ્યુટી ન્યૂઝ એડિટર તરીકે ફરજ બજાવવા ઉપરાંત એક કૉલમિસ્ટ તરીકે પણ સતત કાર્યરત છું. સપ્ટેમ્બર 2015માં રિલેશનના રિ-લેસન કૉલમ શરૂ કરી હતી. આ પહેલાં ‘દિવ્ય ભાસ્કર’માં સમયાંતરે ટૂંકી વાર્તાઓ લખવાના અવસર સાંપડ્યા હતા પણ એક કૉલમિસ્ટ તરીકે સતત લખવાનો અવસર સંદેશે પૂરો પાડ્યો. અહીં જે મોકળું મેદાન મળી ગયું પછી તો પાછું વાળીને જોવાની જરૂર જ નથી પડી. અત્યાર સુધીમાં પાંચ પુસ્તકો લખ્યાં છે અને 35થી વધુ પુસ્તકોનો અનુવાદ કર્યો છે. અત્યાર સુધીમાં કુલ 42થી વધુ પુસ્તકો સાહિત્યની સેવામાં અર્પણ કર્યાં છે.

Showing all 5 results

  • Art Of Loving

    200.00

    આપણે આજીવન એ શીખવાનો પ્રયાસ કરીએ છીએ કે પ્રેમ શું છે? હકીકતે પ્રેમ શું નથી તેનું વધારે સ્પષ્ટીકરણ હોવું જોઈએ. આપણને પ્રેમ વિશે વાતો કરવી ગમે છે પણ તેનો અમલ કરવો નથી ગમતો. આપણે મોટિવેશનલ પર્સનાલિટીઝ પાસે જઈને હજારો રૂપિયા ફી ભરીને આર્ટ ઑફ લિવિંગ શીખીએ છીએ. જીવન કેવી રીતે... read more

    Category: Articles
    Category: Inspirational
    Category: New Arrivals
  • Mannun Makeover

    200.00

    મનનું Makeover મન, મગજ બધું આમ જોવા જઈએ તો એક જ છે પણ જ્યારે જીવનના કોઈ તબક્કે પહોંચીને નિર્ણય કરવાનો આવે ત્યારે તે ‘મગજ’ થઈ જાય છે. તેવી જ રીતે જ્યારે વ્યક્ત થવાનું હોય અથવા તો કશું સ્વીકારી લેવાનું હોય ત્યારે ‘મન’ બની જાય છે. મગજ હંમેશાં તર્ક કરે છે... read more

    Category: Articles
    Category: Inspirational
    Category: New Arrivals
  • Rang Vagarnu Chitra

    175.00

    માનવસંબંધો, માનવલાગણીઓ અને પરિસ્થિતિઓને રજૂ કરતી આ વાર્તાઓ તમને તમારી પોતાની લાગશે. તમે ક્યાંક વાંચેલી, ક્યાંક સાંભળેલી, ક્યાંક જોયેલી અને કદાય અનુભવેલી હોય તેવી પોતિકી લાગણી આપશે. આપણી આસપાસ નજર દોડાવીએ અને જિજ્ઞાસાનું દૂરબિન અને ઇચ્છાના ઇયરફોન લગાવી રાખીએ તો વાતો તો અમસ્તી જ મળી જાય છે. આપણી આસપાસ જ... read more

    Category: 2024
    Category: January 2024
    Category: Latest
    Category: New Arrivals
    Category: Short Stories
  • Sambandh Samvedanano

    200.00

    સંવેદના... શબ્દથી આપણે સમજી જઈએ કે લાગણીઓની વાત છે. માણસનું શરીર ચાલતું રહે તે માટે તેના શરીરમાં લોહીનું સતત પરિભ્રમણ ચાલતું રહે છે. તેવી જ રીતે સંબંધ ચાલતો રહે તે માટે તેમાં સતત સંવેદનાનું પરિભ્રમણ પણ થતું રહેવું જરૂરી છે. સંવેદનાનું પરિભ્રમણ જ સંબંધોના શ્વાચ્છોશ્વાસને ચાલુ રાખે છે. આ પૃથ્વી... read more

    Category: Articles
    Category: Inspirational
    Category: New Arrivals
  • Sambandh Snehno

    200.00

    સ્નેહ એટલે શું? આપણને શબ્દ સાંભળીને સાહજિક સવાલ થાય છે. સ્નેહ એટલે લોહીની સગાઈથી નહીં પણ લાગણીઓની સગાઈથી જોડાવું. સ્નેહ એટલે બે જુદા છેડેથી સર્જાતો અને બંધાતો સેતુ. વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિ માટે ઍડજસ્ટ કરતો થઈ જાય ત્યારે તે સ્નેહ કરતો થઈ જાય છે. એક છેડેથી ‘હું’ અને બીજા છેડેથી... read more

    Category: Articles
    Category: Inspirational
    Category: New Arrivals