Ramnarayan V. Pathak
2 Books / Date of Birth:-
8-04-1887 / Date of Death:-
21-08-1955
રામનારાયણ વિશ્વનાથ પાઠક (ઉપનામ: દ્રિરેફ, શેષ, સ્વૈરવિહારી) ગુજરાતી કવિ અને લેખક હતા. તેમના પર ગાંધીવાદી વિચારોનો ઉંડો પ્રભાવ હતો અને તેમણે વિવેચન, કવિતા, નાટક અને ટૂંકી વાર્તામાં યોગદાન આપ્યું હતું. તેમણે કેટલાક સંપાદનો અને ભાષાંતરો કર્યા હતા. ૧૯૪૬માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. ૧૯૪૯માં તેમને પ્રાચીન ગુજરાતી છંદો માટે નર્મદ સુવર્ણ ચંદ્રક અને બૃહદ પિંગળ માટે ૧૯૫૬માં સાહિત્ય અકાદમી ઍવોર્ડ મળ્યો હતો.
તેમનો જન્મ ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલા ગણોલ ગામમાં થયો હતો. તેમના પિતા શિક્ષક હતા. તેઓ મેટ્રિક પાસ થયા બાદ વધુ આગળ અભ્યાસ કરી વકીલ બન્યા. વકીલાતના વ્યવસાયમાં અઢળક આવક હોવા છતાં તેમાં તેમનો જીવ ન લાગતાં, સાહિત્ય તેમ જ શિક્ષણ જેવાં ટાંચી આવક આપતાં ક્ષેત્રોમાં કાર્ય કરવા લાગ્યા. તેમણે પ્રસ્થાન માસિક દ્વારા સાહિત્યના વિવિધ પાસાંઓ સાથે વિશેષ પરિચય કેળવ્યો.તેમનાં નામમાં બે વાર ર અક્ષર આવતો હોવાને કારણે દ્વિરેફ ઉપનામથી વાર્તાઓ પ્રગટ કરી. કાવ્યોની રચનાઓ તેમણે શેષ ઉપનામ દ્વારા કરી તેમ જ સ્વૈરવિહારી ઉપનામથી હળવી શૈલીના નિબંધો પણ લખ્યા છે.તેમના બીજા લગ્ન હીરા પાઠક સાથે થયેલા, જેઓ કવિયત્રી અને વિવેચક હતા. તેમને કોઇ સંતાન નહોતું. હીરા પાઠકે તેમના અવસાન પામેલા પતિ રામનારાયણને સંબોધીને લખેલ કવિતાનો સંગ્રહ પરલોકે પત્ર (૧૯૭૮) પ્રકાશિત કર્યો હતો. તેમણે અત્યંત પ્રશસ્તિ પામેલા વિવેચન ગ્રંથો આપણું વિવેચનસાહિત્ય અને કાવ્યાનુભવ પણ લખ્યા હતા.ઉમાશંકર જોષી એ તેમને "ગાંધી યુગના સાહિત્યગુરુ" તરીકે અને યશવંત શુક્લાએ તેમને ગુજરાતી ટૂંકી વાર્તાના સૌથી ઊંચા શિખર તરીકે ઓળખાવ્યા છે.પાઠકજીનું હ્રદયરોગના હુમલાને કારણે અવસાન થયું