રામ વર્મા આંતરરાષ્ટ્રીય પ્રમાણિત અને રાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ NLP કોચ છે. તેઓ ભારતમાં ન્યુરો લિંગ્વેસ્ટિક પ્રોગ્રામિંગના પાયોનિયર છે. તેઓ 20 વર્ષથી ન્યુરો લિંગ્વેસ્ટિક પ્રોગ્રામિંગ (NLP)માં કોચિંગ આપી રહ્યા છે. તેમણે કોચિંગ જર્ની દરમિયાન કોચ, સ્પીકર, લેખક અને શિક્ષક જેવી ઘણી ભૂમિકાઓ નિભાવી છે. તેમણે ખાનગી અને જાહેર બંને ક્ષેત્રે કામ કર્યું છે. તેઓ વિદ્યાર્થીઓ, માતાપિતા, ઉદ્યોગપતિઓ, રમતગમતના ખેલાડીઓ અને કોર્પોરેટને વ્યવહારુ, સરળ અને શક્તિશાળી NLP તકનીકો શીખવે છે. તેઓ ‘મિડાસ ટચ’ તાલીમનાં સ્થાપક છે જે ભારતનું નંબર 1 NLP તાલીમ પ્રમાણપત્ર પ્રદાન કરે છે. આ નામ હેઠળ તેમણે હજારો લોકોને અને ડઝનેક કંપનીઓને પ્રશિક્ષિત અને પ્રમાણિત કર્યા છે.