Radheshyam Sharma
1 Book / Date of Birth:-
05-01-1936
રાધેશ્યામ શર્મા ગુજરાતી ભાષાના કવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક, વિવેચક અને સંપાદક છે. તેઓ તેમની નવલકથા ફેરો (૧૯૬૮) અને સ્વપ્નતીર્થ (૧૯૭૯) માટે ગુજરાતી સાહિત્યમાં જાણીતા છે. તેમના અન્ય નોંધપાત્ર સર્જનમાં આંસુ અને ચંદરણું (૧૯૬૩) અને ગુજરાતી નવલકથા ( રઘુવીર ચૌધરી સાથે; ૧૯૭૪), ગુજરાતી નવલકથાઓ પરનું વિવેચનનો સમાવેશ થાય છે. તેમને ગુજરાતી સાહિત્ય યોગદાન માટે રણજિતરામ સુવર્ણચંદ્રક (૨૦૦૪) અને ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક (૧૯૯૫) એનાયત થયા છે. તેમણે ૧૯૬૫થી ૧૯૮૩ સુધી ધાર્મિક સામયિક ધર્મલોકના સંપાદક તરીકે કામ કર્યું હતું. તેઓ અક્રમ વિજ્ઞાન ધાર્મિક માસિકના સંપાદક તરીકેની સેવા આપે છે.