Parth Nanavati
5 Books
જન્મસ્થળ: સુરત, ગુજરાત  પ્રાથમિક શિક્ષણ: સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની વિવિધ શાળાઓમાં  ઉચ્ચ શિક્ષણ: M.Sc. (Microbiology) S.P. University, Vallabh-Vidyanagar વ્યવસાય:     1.    માઇક્રોબાયૉલૉજીના વ્યાખ્યાતા, ખંભાત સાયન્સ કૉલેજ (1996-2003)     2.    હૉસ્પિટલ સાયન્ટિસ્ટ, ન્યૂ સાઉથ વૅલ્સ હેલ્થ પૅથૉલૉજી, સિડની, ઑસ્ટ્રેલિયા (2003-2015)     3.    લૅબોરેટરી મૅનેજર (2015થી 2021), ન્યૂ સાઉથ વૅલ્સ હેલ્થ પૅથૉલૉજી, સિડની, ઑસ્ટ્રેલિયા     4.    સિનિયર ઑપરેશન્સ મૅનેજર (2021થી) ન્યૂ સાઉથ વૅલ્સ હેલ્થ પૅથૉલૉજી, સિડની, ઑસ્ટ્રેલિયા ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વૅલ્સ રાજ્યના હેલ્થ ડિપાર્ટમેન્ટની લૅબોરેટરીમાં દિવસ દરમિયાન ઑપરેશન મૅનેજર તરીકે ફરજ બજાવતા પાર્થ સાંજે ગુજરાતી થ્રિલર વાર્તાઓના ફલક પર એક નવો અવતાર ધારણ કરતા હોય છે.  નાનપણમાં સ્કૂલના ફ્રી પિરિયડમાં પોતે વાંચેલી વાર્તાઓ, જોયેલી ફિલ્મોના પ્રસંગો અને પાત્રો ભેગાં કરીને વાર્તા કહેવાની આદત એટલે પાર્થનો ફિક્શન સાથેનો પ્રથમ પરિચય. ફાધર પોલીસ અધિકારી હોવાને કારણે પાર્થનો ઉછેર ગુજરાતનાં વિવિધ ગામો અને શહેરોમાં થયેલો. ફિક્શન લખવામાં આ વાતનો ફાયદો એ થયો કે, પાર્થ અનેકવિધ લોકો, રીતરિવાજો અને બોલીના સંપર્કમાં આવ્યા, જેના પરિણામે એમની વાર્તાઓ પ્લોટ ડ્રિવન નહીં હોઈને કૅરેક્ટર ડ્રિવન વધારે હોય છે. 2013થી નિયમિત રીતે પાર્થની ટૂંકી વાર્તાઓ, લઘુનવલ અને નવલ ગુજરાતી ભાષાના દૈનિક અને સામયિકોમાં પ્રકાશિત થાય છે.

Showing all 5 results

  • Botter

    275.00

    ભારત દેશ માટે એ બોત્તેર કલાક કદાચ સૌથી મહત્ત્વના હશે. અમદાવાદના શાહીબાગ કેન્ટોનમેન્ટમાં કાઉન્ટડાઉન શરૂ થયું. એ સાંજે ભારતીય સેનાના વડા એકનાથ સિંગ શેખાવતના માનમાં એક પાર્ટીનું આયોજન કરાયેલું. રાજ્યની અનેક વગદાર અને મોભાદાર વ્યક્તિઓ પાર્ટીમાં હાજર હતી. પાર્ટીમાં એક વેઇટરની ભૂલથી સ્કોચનો ગ્લાસ જનરલ ઉપર ઢોળાયો. વેઇટરે માફી માંગતાં... read more

    Category: 2023
    Category: February 2023
    Category: Fiction
    Category: Latest
    Category: New Arrivals
  • Kagar

    200.00

    મનહર ગોકાણી જેવો નામચીન પત્રકાર અફઝલ ખાન જેવા કુખ્યાત ડોનની દોસ્તી કરીને એના રહસ્યને સાચવીને ગુમનામ જિંદગી જીવતો હોય છે. ગોકાણીનો એનીમી નંબર વન ટંડેલ પણ પોલીસ ખાતાની નોકરી છોડીને ગોકાણીને તબાહ કરવાના એકમાત્ર મકસદથી ગોકાણીની પાછળ લાગેલો હોય છે. મુંબઈ યુનિવર્સિટી, ડીપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનીકેશન એન્ડ જર્નાલીઝમના આ ત્રણ વિદ્યાર્થી... read more

    Category: Fiction
  • Rangkapat

    400.00

    આર્થર રોડ જેલમાં કેદીઓ દ્વારા રચેલી કલાકૃતિઓના પ્રદર્શનનું રીપોર્ટીંગ કરવા ગયેલી ‘ટ્રુથ’ વીકલીની નવીસવી પત્રકાર મીતા ગાંધીની મુલાકાત જેલમાં પોતાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને પ્રેમિકા અંજલી જૈનના મર્ડર અને એંસી કરોડના હીરાની લુંટ માટે આજીવન કેદની સજા કાપી રહેલા ચિત્રકાર અને પ્રોફેસર ધર્મેશ દેસાઈ સાથે થયા બાદ મીતા ગાંધીની જિંદગી કાયમને... read more

    Category: Fiction