Rangkapat

Category Fiction
Select format

In stock

Qty

આર્થર રોડ જેલમાં કેદીઓ દ્વારા રચેલી કલાકૃતિઓના પ્રદર્શનનું રીપોર્ટીંગ કરવા ગયેલી ‘ટ્રુથ’ વીકલીની નવીસવી પત્રકાર મીતા ગાંધીની મુલાકાત જેલમાં પોતાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને પ્રેમિકા અંજલી જૈનના મર્ડર અને એંસી કરોડના હીરાની લુંટ માટે આજીવન કેદની સજા કાપી રહેલા ચિત્રકાર અને પ્રોફેસર ધર્મેશ દેસાઈ સાથે થયા બાદ મીતા ગાંધીની જિંદગી કાયમને માટે બદલાઈ જાય છે.
ધર્મેશ દેસાઈના પેન્ટિંગ્સમાં છુપાયેલા ચિન્હોના અર્થને ઉકેલતી મીતા સત્ય સુધી પહોંચવા માટે એક ખતરનાક સફર ખેડે છે. એંસી કરોડના હીરાને શોધવાની આ સફરમાં મીતાની સાથે મુંબઈ પોલીસનો ડીસીપી દેવરાજ પંડિત અને એના માણસો પણ સામેલ થાય છે.
પીઆઈ કાલે, સસ્પેન્ડેડ પીએસઆઈ વસંત રાઠોડ, ગેંગસ્ટર બબલુ પાટીલ, માદક કામ્યા, તંત્રી દલપત દોશી, જૈમીન પટેલ જેવા કીરદારો ‘રંગકપટ’ની કહાનીને રંગીન અને રસપ્રદ બનાવે છે.
ચિત્રોમાં રહેલા ચિન્હોને ઉકેલીને સફરના અંતે શું મીતા સત્યને પામે છે? એંસી કરોડના હીરા કોના હાથમાં આવે છે? જેલની અંદરથી ધર્મેશ દેસાઈએ ગોઠવેલી સાપ સીડીની રમતમાં કોના પાસા સવળા પડે છે? કોણ જીતે છે? કોણ હારે છે? અંજલીની હત્યા થઇ એ રાતે મઢ આયલેંડના બંગલામાં ખરેખર શું બનેલું? બિકાનેરમાં મૌની બાબાના આશ્રમ પરથી મીતાને શું મળ્યું? તમામ સવાલોના જવાબો જાણવા માટે વાંચો ‘રાજરમત’ અને ‘ઓપરેશન ગોલ્ડન ટ્રાય એન્ગલ’ જેવા રોમાંચક થ્રીલરના લેખક પાર્થ નાણાવટીની રસાળ કલમેં લખાયેલી ચુસ્ત અને એક્શન પેક રહસ્ય નવલ ‘રંગકપટ’

Year

Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Rangkapat”

Additional Details

ISBN: 9789386669148

Month & Year: 2021

Publisher: Navbharat Sahitya Mandir

Language: Gujarati

Page: 363

જન્મસ્થળ: સુરત, ગુજરાત  પ્રાથમિક શિક્ષણ: સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની વિવિધ શાળાઓમાં  ઉચ્ચ શિક્ષણ: M.Sc. (Microbiology) S.P. University, Vallabh-Vidyanagar વ્યવસાય:     1.    માઇક્રોબાયૉલૉજીના વ્યાખ્યાતા, ખંભાત સાયન્સ… Read More

Additional Details

ISBN: 9789386669148

Month & Year: 2021

Publisher: Navbharat Sahitya Mandir

Language: Gujarati

Page: 363