પરીક્ષિત જોબનપુત્રા લાઇફ મેનેજમેન્ટ કોચ, મોટિવેશનલ સ્પીકર, કૉર્પોરેટ ટ્રેનર, સલાહકાર, સફળ ઉદ્યોગ સાહસિક અને લેખક છે. તે ‘SST’ (Scientific Study Techniques)નાં સ્થાપક છે. તેઓ અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશનના સભ્ય છે. તેઓ સમન્વય ગ્રુપના સ્થાપક સીઇઓ છે, સમાજમાં HOPE - HARMONY - HAPPINESS ને ફેલાવવા માટેના વિઝન સાથે 20 વર્ષની ઉંમરે તેમણે 10 લોકોના ખૂબ નાના પ્રેક્ષકો સાથે પોતાની પબ્લિક સ્પીકિંગ કરિયરની શરૂઆત કરી. તેઓ ઇન્સ્ટિટ્યુટ ઑફ બ્રેઇન પાવરના માલિક પણ છે.