પંકજ ઔંધિયા સરકારી અધિકારી હોવા છતાં તેમની ઓળખ ગુમરાહ યુવાનો અને હતાશ લોકોના રાહબર તરીકેની વિશેષ છે.એડિશનલ કલેકટર તરીકે સેવાઓ આપી રહેલ પંકજ ઔંધિયા દિવ્ય ભાસ્કર જેવા અખબારમાં ચૌદ વર્ષ સુધી સતત પ્રેરક કૉલમ લખીને યુવા ઘડતરનો યુગધર્મ નિભાવ્યો છે. ‘પાથેય’ એમનું પ્રેરણાદાયી પુસ્તક છે.