33 Books / Date of Birth:-
08-02-1828 / Date of Death:-
24-03-1905
જુલે વર્ન ફ્રેન્ચ નવલકથાકાર, કવિ અને નાટ્યકાર હતા. જુલે વર્ન વિજ્ઞાન સાહિત્યના ઋષિ ગણાય છે. એ ક્ષેત્રે તેમણે નવી જ કલ્પના કરી જે સમયાંતરે સત્યમાં પલટાઈ ગઈ. ફ્રાન્સ અને મોટાભાગના યુરોપમાં વર્નને એક મહત્વપૂર્ણ લેખક માનવામાં આવે છે, જ્યાં તેમણે અતિવાસ્તવવાદ પર બહોળો પ્રભાવ પાડ્યો છે. આગાથા ક્રિસ્ટી અને વિલિયમ શેક્સપિયર પછી વર્ન વિશ્વના બીજા સૌથી વધુ અનુવાદિત લેખક છે. તેમને "ફાધર ઑફ સાયન્સ ફિક્શન" કહેવામાં આવે છે, જેનું બિરુદ એચ. જી. વેલ્સ અને હ્યુગો ગેર્ન્સબેકને પણ આપવામાં આવ્યું છે.