ગૌર ગોપાલ દાસ લાઈફસ્ટાઈલ કોચ, પ્રેરક વક્તા અને ભૂતપૂર્વ HP એન્જિનિયર છે. તેઓ આંતરરાષ્ટ્રીય સોસાયટી ફૉર ક્રિષ્ના કૉન્શિયસનેસ (ઈસ્કોન)ના સભ્ય છે.
તેમનો જન્મ પુણે, મહારાષ્ટ્રમાં થયો હતો. તેઓ Cusrow Wadia Institute of Technology પુણેથી ઇલેક્ટ્રિકલ ઍન્જિનિયરિંગમાં ડિપ્લોમા ધારક છે. 1992માં સ્નાતક થયા પછી કૉલેજ ઑફ ઍન્જિનિયરિંગ, પુણેમાંથી 1995માં ઇલેક્ટ્રિકલ ઍન્જિનિયરિંગની ડિગ્રી સાથે એશિયામાં સૌથી જૂની ઍન્જિનિયરિંગ કૉલેજમાંથી સ્નાતક થયા. ત્યારબાદ તેમણે હેવલેટ પેકાર્ડમાં ઇલેક્ટ્રિકલ ઍન્જિનિયર તરીકે કામ કર્યું હતું. 1996માં તેઓ હેવલેટ પેકાર્ડ છોડી ઈસ્કોનમાં જોડાયા. 2018માં, તેમણે તેમનું પુસ્તક પ્રકાશિત કર્યું: Life's Amazing Secrets. તેમને કલિંગ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડસ્ટ્રીયલ ટેકનોલોજી (KIIT) દ્વારા માનદ ડૉક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી છે. તેમના યુટ્યુબ પર 177 મિલિયનથી વધુ વ્યૂસ અને 3.9 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.