Dr. Heeralal, Ias
1 Book
ડૉ. હીરાલાલ પ્રતિષ્ઠિત ભારતીય વહીવટી અધિકારી છે. તેમણે ઉત્તરપ્રદેશમાં પોતાના લાંબા સેવાકાળ દરમિયાન અત્યંત મહત્ત્વપૂર્ણ પદો પર કામ કરવા સાથે પોતાની નેતૃત્વક્ષમતા, સરળતા અને કાર્યકુશળતાથી સામાન્ય માણસો સાથે જોડાઈ તેમની ચિંતા ઉપર વિશેષ ધ્યાન આપ્યું છે.તેમનું જીવન ગ્રામીણ, ખેડૂતો, ગરીબ અને પછાત પ્રદેશોના બાળકો માટે પ્રેરણાસ્રોત છે. ડૉ. હીરાલાલે ઇલૅક્ટ્રિકલ ઍન્જિનિયરિંગમાં સ્નાતક (B.Tech.), માસ્ટર ઑફ પબ્લિક ઍડમિનિસ્ટ્રેશન (MPA) કર્યું તથા ‘સુશાસનમાં ICTનો રોલ' વિષય પર પીએચ.ડી. કર્યું છે. ડૉ. રામમનોહર લોહિયા અવધ વિશ્વવિદ્યાલય, અયોધ્યાથી ‘સુશાસનમાં ICTનો રોલ' વિષય પર તેમનો ડી.લિટ્.નો અભ્યાસ ચાલુ છે.સરળ, ઊર્જાવાન, આધુનિક વિચારસરણી અને દૃઢનિશ્ચયી ડૉ. હીરાલાલ પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ‘મૉડલ ગામ'ના માધ્યમથી પોતાની ટીમ સાથે દેશના બધાં જ ગામોને આર્થિક રીતે શક્તિશાળી બનાવવા માટેના પ્રયત્નોમાં કાર્યરત છે.સામાજિક સેવા માટે www.makingyouhappy.orgની મુલાકાત લો.