Dynamic D.M.

Category Reminiscence
Select format

In stock

Qty

મારો વિશ્વાસ છે કે આ પુસ્તકમાં પ્રકાશિત થયેલી વિગતો વહીવટી અધિકારીઓ તથા ભવિષ્યમાં જે યુવાનો વહીવટી અધિકારી તરીકે સેવા આપશે તેમના માટે ઉપયોગી સાબિત થશે.

આનંદીબહેન પટેલ
રાજ્યપાલશ્રી, ઉત્તર પ્રદેશ

ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના ડી.એમ. તરીકે ડૅા. હીરાલાલની ખ્યાતિ અને પ્રતિષ્ઠા અનોખી છે. પોતાની દૈનિક જવાબદારીઓ જેવી કે પ્રાદેશિક સરકારી યોજનાઓ અને પ્રાથમિકતાઓ મુજબના કાર્યક્રમોને લાગુ કરવા ઉપરાંત સ્ટાર્ટઅપ ઇનોવેશન સમિટ, 90%થી વધુ મતદાન થાય તે માટેનું જાગરૂકતા અભિયાન, જેલ-સુધાર કાર્યક્રમ, જળસંકટથી બચવા માટે ‘કૂવા-તળાવ બચાવો’ અભિયાન, કુપોષણ તથા `અન્ના પ્રથા’ને નાબૂદ કરવા, પૌરાણિક ઐતિહાસિક નગર કાલિંજરને પર્યટનસ્થળ તરીકે વિકસિત કરવા જેવી અનેક સિદ્ધિઓ તેમના નામે છે.
પોતાને માત્ર એક સરકારી અધિકારી ન ગણીને ડૉ.. હીરાલાલે સમાજના સાધારણ સેવક તરીકે D. M.ના પદેથી પોતાની કર્મશીલતા, દૂરંદેશી, ટીમવર્ક અને સમર્પણનું અદ્ભુત અને પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે. જો દરેક અધિકારી આ જ કર્તવ્યબોધથી પોતાની જવાબદારીઓ નિભાવે તો ભારતનું દરેક ગામ, દરેક જિલ્લો અને આખો દેશ આવશ્યક જરૂરિયાતોથી પૂર્ણ થશે. દરેક ભારતીયનું જીવન સુખી અને સમૃદ્ધ બનશે અને ભારતવર્ષ વિકાસ અને પ્રગતિની નવી પરિભાષા લખશે.
‘Dynamic D. M.’ માત્ર એક પ્રેરણાત્મક અને વાંચવાલાયક પુસ્તક જ નથી, પરંતુ સમાજોત્થાનનું એક સશક્ત માધ્યમ પણ છે.

SKU: 9789395556095 Category: Tags: , , , , ,
Weight 0.21 kg
Dimensions 0.80 × 5.50 × 8.50 in
Year

Month

Binding

Paperback

Customer Reviews

1-5 of 1 review

  • Jayesh Purohit

    Dynamic DM – Book by Dr. Hiralal (DM – BANDA, UP, Dr Heera Lal IAS ) and Kumud Verma…a must-read on INDIA’S DEVELOPMENTAL HISTORY…

    Dynamic DM આ કોઈ હિંદી અફલાતૂન ફિલ્મનું નામ નથી. Dynamic DM એ પુસ્તકનું નામ છે. જેના સર્જક છે દેશના પ્રેરણારૂપ IAS ડો. હીરાલાલ અને કુમુદ વર્મા. ડો. હીરાલાલ એ નાયક ફિલ્મના હીરો જેવા છે. જે લોક કેન્દ્રિત નિર્ણયો કરી ઉત્તરપ્રદેશ જેવા રાજ્યમાં જાહેર વહીવટ ક્ષેત્રે આગવો ચીલો કંડારે છે. તેમણે સહયોગ થી સુશાસન અને સુશાસન થી સમૃદ્ધિને પોતાના કર્મથી ચરિતાર્થ કરી છે. એક વહીવટી અધિકારી તરીકેની ડૉ. હીરાલાલ ની કરી પદ્ધતિ પરિણામ લક્ષી તો છે જ, સાથે નવા અધિકારીઓ માટે કરમપોથી ની ગરજ પણ સારે છે. પોતાના વિકાસ કર્યો અને નવીન પહેલને ડૉ. હીરાલાલ 200 પૃષ્ઠ માં સંકલિત કર્યા છે. દેશના જાહેર જીવનને સમજવા માટે 200 પાનાની તેમનું પુસ્તક ધ્રુવ તારા સમાન છે. ઉત્તરપ્રદેશ ના બાંદા જિલ્લાના DM (District Magistrate) તરીકે તેમની પ્રતિષ્ઠા નોખી અને ઊંચી છે. પોતાના વહીવટી કર્મને રૂટિન બનાવવા કરતાં જે રીતે પ્રેરક બનાવ્યું છે એની પ્રક્રિયા કોઈ સાધકની સાધના જેવી છે. ઉત્તરપ્રદેશ માં તેમના પ્રયાસ થકી બાંદા જિલ્લામાં થયેલ 90 મતદાન માટેનું અભિયાન કેસ સ્ટડી સમાન છે, જે લોકશાહી વ્યવસ્થાને સશક્ત બનાવે છે. સાથે પાણીની સમસ્યા હોય કે સ્ટાર્ટઅપના વિસ્તરણની વાત હોય ડો. હીરાલાલ ઉકેલની સાથે અન્ય સ્થળે પ્રયોજી શકાય એ શૈલીમાં તેનું આલેખન કર્યું છે. જેલ સુધારણા અંગે તેમના વિચારો અને પ્રયાસો દેશના નિર્દોષ undertrial ની મુક્તિના દ્વાર ખોલી શકે છે. કુપોષણ અંગેની નીતિ, પ્રક્રિયા અને પરિણામ દેશ, એશિયા અને આફ્રિકા જેવા દેશો માટે પદાર્થ પાઠ સમાન છે. ખેડૂત સમૃદ્ધિની વાત હોય કે પર્યટન વિકાસની વાત હોય ડૉ. હીરાલાલ એક પરિપક્વ નીતિકાર તરીકે તેમના લખાણમાં પડઘાય છે. પ્લાસ્ટીક મુક્ત ભારત માટે તેમના નીવડેલા પ્રયાસો જીવન રીતી બદલી શકે છે. મોડેલ ગામ અંગેના લખાણ ગ્રામ્ય વિકાસની દશા અને દિશા સૂચક છે. મૂળે બદલવાનો આત્મા છે ડો. હીરાલાલ. તેઓ એ દેશની સમસ્યાને મૂળ થી ઓળખી પ્રજા માનસને જાણી પરિવર્તન માટે કાર્ય કર્યું છે. જેનો નિચોડ બંને કાબેલ લેખકોએ શબ્દશ કર્યા છે. Dynamic DM પુસ્તક બદલાતા ભારતની પારાશીશી સમાન છે. ભારતના વિકાસ ઇતિહાસની દીવાદાંડી છે. આ પુસ્તક દેશના વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરિક્ષા માટે, જાહેર જીવનના કર્મીઓ, રાજકારણીઓ, માધ્યમ કર્મીઓએ ફકત વાંચવા જ નહિ વસાવવા જેવું છે.

    Review written by Shri Paresh Dave

    November 8, 2022

Write a Review

Your email address will not be published. Required fields are marked *

Additional Details

ISBN: 9789395556095

Month & Year: October 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 200

Dimension: 0.80 × 5.50 × 8.50 in

Weight: 0.21 kg

ડૉ. હીરાલાલ પ્રતિષ્ઠિત ભારતીય વહીવટી અધિકારી છે. તેમણે ઉત્તરપ્રદેશમાં પોતાના લાંબા સેવાકાળ દરમિયાન અત્યંત મહત્ત્વપૂર્ણ પદો પર કામ કરવા સાથે પોતાની નેતૃત્વક્ષમતા, સરળતા અને કાર્યકુશળતાથી… Read More

કુમુદ વર્મા મૂળ રહેવાસી ગુડગાંવ, હાલમાં અમદાવાદ (ગુજરાત). પુરસ્કાર : કુમુદ વર્માને ‘ગ્લોબલ ઇસ્પિરેશનલ વુમન ઍવૉર્ડ'ની સાથે-સાથે એક ડઝનથી વધારે સંસ્થાઓએ પુરસ્કારથી સન્માનિત કર્યાં છે.… Read More

Additional Details

ISBN: 9789395556095

Month & Year: October 2022

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 200

Dimension: 0.80 × 5.50 × 8.50 in

Weight: 0.21 kg