ડંકેશ ઓઝાએ સચિવાલયના વિવિધ વિભાગોમાં ગૅઝેટેડ ઑફિસર કક્ષાથી શરૂઆત કરી ઉચ્ચપદોએ યશસ્વી કામગીરી બજાવી સંયુક્ત સચિવપદેથી 2003માં આઠ વર્ષ વહેલી સ્વેચ્છાનિવૃત્તિ પસંદ કરી. રાજ્યપાલના સલાહકાર, મુખ્યમંત્રી અને ચાર મંત્રીઓના કાર્યાલયમાં પણ ફરજો બજાવી. વિજિલન્સ કમિશનમાં સચિવપદે અને સ્પીપા ખાતે અતિ જાણીતા IAS Study Centreના પ્રથમ સંયુક્ત કમિશનર તરીકે પણ કામગીરી કરી. ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ના ‘મહામાત્રા’પદે પણ તેઓ રહ્યા. આજે પણ ઉચ્ચ સરકારી અધિકારીઓને અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરતા ઉમેદવારોને તાલીમ આપવામાં વ્યસ્ત રહે છે. સાહિત્ય, જાહેર બાબતો, તાલીમ, પ્રવાસ વગેરે તેમનાં રસનાં ક્ષેત્રો છે. તેમના અનુવાદ, સંપાદન, સંસ્મરણ વિષયક ઘણાં પુસ્તકો પ્રકાશિત થયાં છે.
Social Links:-
“Country Side” has been added to your cart. View cart