Chirag Vithalani
2 Books
સાધનો અને શબ્દોના સંગાથી ચિરાગ વિઠલાણી પ્રૉફેશનથી વ્યાખ્યાતા અને પેશનથી લેખક છે. તેઓ સરકારી પોલિટૅક્નિકમાં મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગમાં લૅક્ચરર તરીકે ફરજ બજાવે છે. મિકેનિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી ધરાવતા ચિરાગ વિઠલાણીની જન્મભૂમિ સૌરાષ્ટ્રની પાવન ધરતી છે. તેમણે વિદ્યાદાન જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને વડોદરા ખાતે પ્રાપ્ત કરેલ છે. અત્યાર સુધીની તેમની કર્મભૂમિ અનુક્રમે વડોદરા, અમદાવાદ અને હિંમતનગર જેવાં શહેરો છે. લખવું એ માત્ર તેમનો શોખ નથી, પણ શ્વાસ છે, ધબકાર છે. નવલકથા, નવલિકા અને નેનોફિક્શન જેવાં સાહિત્યનાં વિવિધ સ્વરૂપો દ્વારા વાચકો સમક્ષ વાર્તા રજૂ કરવી તેમને અત્યંત આનંદ અને પરમ સંતોષ અર્પે છે.

Showing all 2 results

  • Couple Stories

    160.00

    પ્રેમ માત્ર એક સાદો શબ્દ નથી, ખુદ એક અલાયદું સંવેદનાવિશ્વ છે. પ્રેમની અભિવ્યક્તિ કે અનુભૂતિમાં અલગ-અલગ અનુભવો થવા સંભવ છે અને પ્રેમના સ્વરૂપ કે સ્વીકાર અંગે મતમતાંતર પણ શક્ય છે. પણ પ્રેમ તો સનાતન છે, શાશ્વત છે. આ આહ્‌લાદક પ્રેમવિશ્વમાં બદલાય છે ફક્ત પાત્રો અથવા તો ચહેરા...! આ પ્રેમસંગ્રહમાં ‘પ્રીત... read more

    Category: 2024
    Category: Latest
    Category: May 2024
    Category: New Arrivals
    Category: Short Stories
  • Mane Bhinjave Tun…

    300.00

    પેશનેટ ડાન્સર તલાશને એરેન્જ મૅરેજની બિલકુલ ઇચ્છા નહોતી, છતાં મમ્મી-પપ્પાના આગ્રહને વશ થઈને ફૅશન ડિઝાઇનર આરોહીને મળવા માટે તૈયાર થયો. ‘લગ્ન એક વરસ પછી...’ એવી સંતાનોની શરત મમ્મી-પપ્પાએ માન્ય રાખતાં અઠવાડિયામાં જ તલાશ અને આરોહીની સગાઈ થઈ ગઈ. એક વરસ બાદ લગ્ન કંકોત્રી લખવાના દિવસે તલાશે ધડાકો કર્યો કે ‘લગ્ન... read more

    Category: 2023
    Category: June 2023
    Category: Latest
    Category: Novel