
Chirag Vithalani
2 Books
સાધનો અને શબ્દોના સંગાથી ચિરાગ વિઠલાણી પ્રૉફેશનથી વ્યાખ્યાતા અને પેશનથી લેખક છે. તેઓ સરકારી પોલિટૅક્નિકમાં મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગમાં લૅક્ચરર તરીકે ફરજ બજાવે છે. મિકેનિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી ધરાવતા ચિરાગ વિઠલાણીની જન્મભૂમિ સૌરાષ્ટ્રની પાવન ધરતી છે. તેમણે વિદ્યાદાન જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને વડોદરા ખાતે પ્રાપ્ત કરેલ છે. અત્યાર સુધીની તેમની કર્મભૂમિ અનુક્રમે વડોદરા, અમદાવાદ અને હિંમતનગર જેવાં શહેરો છે. લખવું એ માત્ર તેમનો શોખ નથી, પણ શ્વાસ છે, ધબકાર છે. નવલકથા, નવલિકા અને નેનોફિક્શન જેવાં સાહિત્યનાં વિવિધ સ્વરૂપો દ્વારા વાચકો સમક્ષ વાર્તા રજૂ કરવી તેમને અત્યંત આનંદ અને પરમ સંતોષ અર્પે છે.
“Mane Bhinjave Tun…” has been added to your cart. View cart