Chintan Madhu
2 Books / Date of Birth:- 05-11-1984
ડૉ. ચિંતનનો માધુએ B.Sc.(Chemistry), M.Sc.(Chemistry), B.E.(Textile Chemistry), M.E.(Textile Chemistry) અને Ph.D.(Chemistry)નો અભ્યાસ કરેલ છે. તેમણે ટૅક્ષટાઇલ કૅમેસ્ટ્રીને લગતો અભ્યાસ એમ.એસ યુનિવર્સિટી, વડોદરા ખાતેથી તેમજ કૅમિસ્ટ્રીનો અભ્યાસ સેંટ ઝેવિયર્સ કૉલેજ ઑફ આર્ટસ ઍન્ડ સાયન્સ, અમદાવાદ અને કડી વિશ્વવિદ્યાલય, ગાંધીનગર ખાતેથી કરેલ છે. કારકિર્દીના શરૂઆતના વર્ષ તેઓ ટૅક્સ્ટાઇલ પ્રોસેસીંગ એકમમાં પ્રિન્ટીંગ સુ૫૨વાઇઝ૨ તરીકે કાર્યરત રહ્યાં અને છેલ્લાં ૧૨ વર્ષથી તેઓ આર. સી. ટેક્નિકલ ઇન્સ્ટિટ્યુટમાં વ્યાખ્યાતા તરીકેની ફરજ નિભાવે છે. જે અંતર્ગત તેઓ ડિપ્લોમા ટૅક્સ્ટાઇલ પ્રોસેસીંગ પ્રોગ્રામને લગતા વિષયોનું શિક્ષણ આપી રહ્યાં છે. તેઓ Society of Dyers and Colourists Indiaના મતદાન સભ્ય અને Association of Chemical Technology (India)ના સમિતિ સભ્ય તરીકે પણ કાર્યરત છે. લેખનકાર્ય પ્રત્યેની રૂચિ અને તેમની ધર્મપત્ની સોનલના પ્રોત્સાહનના પરિણામ સ્વરૂપ, તેમણે ‘સોનાલુન સૌમ્યતાથી શૂરવીરતાની સફર' નવલકથા લખેલ છે. તેઓ પોતાની પત્ની સોનલ અને પુત્ર હેત સાથે અમદાવાદમાં વસે છે.
Social Links:-

Showing all 2 results

  • Ladvaiya

    225.00

    ઇતિહાસ ઈસાપૂર્વ 1353થી 1336ના સમયગાળા દરમિયાન ઇજિપ્તમાં ધાર્મિક દૃષ્ટિએ અત્યંત મહત્ત્વની ઘટના આકાર પામી રહી હતી, જે માનવજાતનું વર્તમાન અને ભવિષ્ય, બંને ધરમૂળથી બદલી નાંખે તેમ હતી. માટે જ તે ઘટનાને લગતી વિવિધ કડીઓ વિશ્વની દેખીતી નજર સામે જ રહે તેમ રહસ્ય બનાવીને છુપાવી નાંખવામાં આવી. 2012ના વર્ષમાં પુરાતત્ત્વવિદોએ હાથ... read more

    Category: 2023
    Category: Latest
    Category: March 2023
    Category: New Arrivals
    Category: Novel
  • Checkmate

    225.00

    ચીન, અમેરિકા અને ભારત….   એક છે વિશ્વની સૌથી મોટી વસ્તી ધરાવતો અને મહાસત્તા બનવા માટે થનગનતો દેશ, તો બીજો છે વિશ્વ ઉપર રાજ કરતો ડૉલરિયો દેશ અને એ બંનેના ત્રિભેટે છે સંસ્કૃતિ અને આધુનિકતાથી શોભતો આપણો ભારત દેશ.   વિશ્વમાં ડ્રેગન તરીકે જે ઓળખાય છે એ ચીન, કોઈપણ પ્રકારે... read more

    Category: Banner 2
    Category: New Arrivals
    Category: Novel