પ્રૉફેશનલ સ્પીકર, ટ્રેઇનર અને કન્સલ્ટન્ટ બ્રાયન ટ્રેસી અમેરિકામાં કેલિફોર્નિયાના સોલાન બીચ ખાતે ‘બ્રાયન ટ્રેસી ઇન્ટરનૅશનલ’ નામની ટ્રેઇનિંગ અને કન્સલ્ટિંગ કંપની ચલાવે છે. તેમણે ગ્રૅજ્યુએશન પૂરું કર્યા વિના જ હાઈસ્કૂલ છોડી દીધી હતી. તે પછી એક કામદાર તરીકે વર્ષો સુધી કામ કરતા રહ્યા.
ત્રીસીમાં પહોંચ્યા પછી તેમણે અધૂરો છોડેલો અભ્યાસ પૂરો કરવા આલ્બર્ટા યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો. બાદમાં એન્ડ્રુ જેક્સન યુનિવર્સિટીમાંથી બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી.
તેમનાં 40થી વધુ પુસ્તકો પ્રગટ થયાં છે અને તેમાંથી મોટા ભાગનાં બેસ્ટસેલર સાબિત થયાં છે. તેમના 300થી વધુ ઑડિયો અને વીડિયો પ્રોગ્રામ્સ પણ ઉપલબ્ધ છે.
સાન ડિયેગોના ગૉલ્ફ કોર્સમાં રહેતા બ્રાયન સુખી ઘર ગૃહસ્થી ધરાવે છે તેમને ચાર સંતાનો છે. દર વર્ષે 100થી વધુ જગ્યાએ સેમિનાર વગેરે માટે દુનિયાભરમાં તેઓ ફરતા રહે છે. 17 દેશોમાં તેમની કંપનીની શાખાઓ આવેલી છે.
Social Links:-
“Get Smart!” has been added to your cart. View cart