તમે ઘણીવાર એવું અનુભવ્યું હશે કે,`આવું મારી સાથે જ શા માટે થાય છે?’ ઘણી વખત આપણને અનુકૂળ પરિસ્થિતિ ઊભી થતી નથી જેની પાછળનું મુખ્ય કારણ નૅગેટિવ થિન્કિંગ અને નૅગેટિવ લાગણી હોય છે.
મહત્ત્વનું એ નથી કે તમે ક્યાંથી આવો છો; મહત્ત્વનું એ છે કે તમારે ક્યાં જવું છે. જ્યાં સુધી તમે પોતે નહીં ઇચ્છો ત્યાં સુધી નૅગેટિવ થિન્કિંગના શિકાર તમે નહીં જ બની શકો. મુશ્કેલીઓ તમને અવરોધવા નહીં પણ તેમાંથી રસ્તો કાઢવાનું પૉઝિટિવ બળ પૂરું પાડે છે. નૅગેટિવ લાગણીઓમાંથી બહાર નીકળી જવાનો સંકલ્પ જ તમારી `ગતિ’ ને `પ્રગતિ’માં ફેરવી નાખશે.
“જીવનમાં કશું જ સારું કે ખરાબ નથી હોતું, પણ આપણી વિચારપ્રક્રિયા જ એને `સારું’ કે `ખોટું’ તરીકે સ્વીકારે છે.” શેક્સપિયરના આ વિધાનને ટાંકતાં લેખકોએ આ પુસ્તકમાં એવા સ-ચોટ ઉપાયો બતાવ્યા છે કે જે તમારા નૅગેટિવ વિચારોને બદલીને તમને પ્રત્યેક સંજોગોમાં પૉઝિટિવિટીનો અનુભવ કરાવશે.
Be the first to review “Negative Thinking Mathi Kevi Rite Bachsho?”