Leadership Parva : Aarambh

Select format

In stock

Qty

કૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થયા પછી યુધિષ્ઠિરે હસ્તીનાપુર રાજ્યનો કારભાર શરૂ કરે છે ત્યારે થોડા જ દિવસોમાં તેને સમજાઈ જાય છે કે રાજ્ય ચલાવવું એ કંઈ રમત વાત નથી. અહીં રોજ નવો, અણધાર્યો પડકાર આવીને ઊભો રહે છે અને અહીં રોજ દ્વિધાઓ ઊભી થાય છે. આ બધી મથામણોને કારણે યુધિષ્ઠિર નક્કી કરે છે કે એના કરતાં રાજ્યશાસન ત્યજીને વનમાં જતા રહેવું! પરંતુ કૃષ્ણે યુધિષ્ઠિરને રાજ્યશાસન ત્યજવાની ધરાર ના પાડી દીધી. બલકે તેમણે યુધિષ્ઠિરને તેના દાયિત્વનું સ્મરણ કરાવ્યું કે આટલા બધા માણસો કુરુક્ષેત્રના યુદ્ધમાં હણાઈ ગયા પછી તને રાજ્યશાસન ત્યજવાનો અધિકાર નથી!
તો પછી કરવું શું? મારે રાજ્યશાસન ચલાવવું કઈ રીતે? અને કઈ રીતે હું અપજશથી બચીને સૌને સંતુષ્ટ રાખી શકું અને સફળ રાજા તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરું? કૃષ્ણએ યુધિષ્ઠિરને એક સુઝાવ આપ્યો. સારું રાજ્યશાસન શીખવી શકે એવા પિતામહ ભીષ્મ આ ધરતી પર હજુ જીવે છે. ઉત્તરાયણ બાદ તેઓ ઇચ્છામૃત્યુ સ્વીકારી લેશે તો આ વિશ્વમાં શાસનવ્યસ્થા સંદર્ભનું જે કોઈ જ્ઞાન છે એ જ્ઞાન પણ લુપ્ત થઈ જશે. તો પછી આપણે એમની પાસે જ જવું જોઈએ, જેથી આપણને તેમનો સહવાસ પણ મળશે અને તેમની પાસે રહેલું જ્ઞાન વિશ્વમાં સચવાયેલું પણ રહેશે. ભીષ્મ પાસે કૃષ્ણ, યુધિષ્ઠિર અને અન્ય પાંડવો પહોંચે છે અને કૃષ્ણના વિશેષ વરદાનથી ભીષ્મ યુધિષ્ઠિરને શાસન માટે જરૂરી એવી તમામ વાતો કહી દે છે.
ભીષ્મે યુધિષ્ઠિરને કહેલી આ વાતો એટલે ‘મહાભારત’નું ‘શાંતિપર્વ’, જે પર્વની વાતો આ પુસ્તકમાં આજના સંદર્ભમાં કહેવાઈ છે. આ પુસ્તકમાં રાજા લીડર કે મૅનેજર કે ઍન્ટ્રેપ્રિન્યોનર તરીકે ઓળખાયો છે. તો શાસનપ્રણાલી લીડરશિપ સ્કિલ્સ તરીકે ડિફાઇન કરી છે. ત્રણ ભાગના આ પુસ્તકમાં લીડરશિપ સંદર્ભની એકપણ એવી વાત નહીં હોય જેના વિશે પિતામહ ભીષ્મે ચર્ચા નહીં કરી હોય. આ પુસ્તકમાં લીડરશિપ સ્કિલ્સની સાથોસાથ પર્સનાલિટી ગ્રૂમિંગથી લઈ સ્ટ્રેસ મૅનેજમેન્ટ, કૉમ્યુનિકેશન સ્કિલ્સ તેમજ ડિસિઝન મેકિંગ સુધીની વાતો આવી ગઈ છે.
આપણે ભારતીયોએ ગર્વ કરવો જોઈએ કે આપણે ત્યાં મહાન ભીષ્મ હજારો વર્ષો પહેલાં લીડરશિપ અને પર્સનાલિટી વિશેની તમામ વાતો કરી ગયા છે.

Dimensions1.4 × 5.75 × 9 in
Binding

Hard Cover

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Leadership Parva : Aarambh”

Additional Details

ISBN: 9788119132911

Month & Year: October 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 182

Dimension: 1.4 × 5.75 × 9 in

માસ કમ્યુનિકેશનમાં માસ્ટર્સ કરીને અંકિત દેસાઈએ 'ગુજરાત ગાર્ડીયન' અખબાર સાથે તેમના પત્રકારત્વની કારકિર્દી શરૂ કરી હતી. કરિયરની શરૂઆતથી જ ન્યૂઝપેપર્સ અને ન્યૂઝ પોર્ટલ્સના ફીચર રાઇટિંગના… Read More

Additional Details

ISBN: 9788119132911

Month & Year: October 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 182

Dimension: 1.4 × 5.75 × 9 in