અનિલ ચાવડા એ લેખક, કવિ, અને કટારલેખક છે.‘સવાર લઈને’(2012) ગઝલસંગ્રહ માટે તેમને ‘દિલ્હી સાહિત્ય એકેડેમી’ દ્વારા ‘યુવા ગૌરવ પુરસ્કાર - 2014’ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત ‘શયદા ઍવૉર્ડ - 2010’, ગુજરાત સાહિત્ય એકેડેમીનો 2013નો ‘યુવા ગૌરવ પુરષ્કાર’ અને ‘ગુજરાત સમાચાર – સમન્વય’નો ‘રાજીવ પટેલ ઍવૉર્ડ’ મળ્યો છે. ‘એક હતી વાર્તા’ એ તેમનો ટૂંકી વાર્તાસંગ્રહ છે. તેઓ દૂરદર્શન અને ઑલ ઇન્ડિયા રેડીયોના ઘણાં ટીવી અને રેડીયોના કાર્યક્રમોમાં આવી ગયા છે. તેમનો જન્મ લખતર તાલુકાના કરેલા ગામે (સુરેન્દ્રનગર) થયો હતો.અનિલ ચાવડાએ કૉલેજના દિવસોથી કવિતાઓ લખવાની શરૂઆત કરી અને તેઓ ચિનુ મોદી, આદિલ મન્સૂરી, સિતાંશુ યશશ્ચંદ્ર અને લાભશંકર ઠાકરથી પ્રભાવિત હતા. 2004માં ગુજરાતી કવિતા સામયિક ‘કવિલોક’માં તેમની ગઝલ પહેલી વખત પ્રકાશિત થઈ હતી. તેમની રચનાઓ ‘ગઝલવિશ્વ’, ‘ધબક’, ‘પરિવેશ’, ‘શબ્દસૃષ્ટિ’, ‘કવિલોક’, ‘કુમાર’, ‘નવનીત સમર્પણ’, ‘પરબ’, ‘શબ્દસર’ અને ‘તાદર્થ્ય’માં પ્રકાશિત થતી રહી. 2014થી તેમણે 'સંવેદના સમાજ' માસિક ગુજરાતી સામાયિકમાં અમલીકરણ સંપાદક તરીકે કામ કર્યું. 2014થી દર રવિવારે સંદેશ છાપામાં તેમની 'મનની મોસમ' નામે કૉલમ આવતી હતી. હાલમાં તેઓ ગુજરાત સમાચારમાં 'અંતરનેટની કવિતા' નામે કૉલમ લખે છે.તેમણે 19 પુસ્તકોનું ભાષાંતર કર્યું છે. તેમની પ્રથમ નવલકથા 'રેન્ડિયર્સ’નું ‘અમદાવાદ ઈન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ’ - ‘હોટેલ હયાત’ ખાતે વિમોચન થયું હતું, જેમાં શાળાજીવનના અનુભવો સુંદર રીતે આલેખન પામ્યા છે.
Social Links:-
“Ek Hati Varta” has been added to your cart. View cart