કડીકર યશવંત નાથાલાલ, ‘બિંદાસ’, ‘યશુ’, ‘યશરાજ’, ‘વાત્સલ્ય મુનિ’ નવલકથાકાર હતા. તેમનો જન્મ મહેસાણા જિલ્લાના કડીમાં થયો હતો. 1975માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ થયા. 1975માં દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.કૉમ. અમદાવાદમાં રેલવેમાં ગાર્ડ તરીકેની નોકરી કરી હતી. સમાચારપત્રોમાં કટારલેખન કર્યું.
એમની પાસેથી ‘નીલ ગગનનો તારો’, ‘અનામિકા’, ‘ઠગારી પ્રીત’, ‘વિસ્તરતાં વેદનાનાં વન’, ‘આંખ ઊઘડે તો આકાશ’, ‘શૂન્ય નિસાસા’, ‘માનવતાને મ્હેંકવા દો’, ‘સૂરજને કહો કે જરા થંભી જા’, ‘થીજી ગયેલાં આંસુ’ વગેરે યુવાન હૈયાંના ભાવોને વાચા આપતી નવલકથાઓ મળી છે. ‘એક આંસુનું આકાશ’ એમનો લઘુકથાસંગ્રહ તથા ‘કડીની ગૌરવગાથા’ એમનું સંશોધન-સંપાદન છે.
“Prabdh Karta Purusharth Mahan” has been added to your cart. View cart