ગોધરાની કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે કામ કરતા આ કવિ અનુઆધુનિક ગુજરાતી ગીતમાં અગત્યનું સ્થાન ધરાવે છે. ‘રમ્યતા’, ‘પાર્થતા', 'ઝાકળના દરિયા', ‘ફ્લેટ બંધ છે', જેવા કાવ્યસંગ્રહો, ‘સગડીનો અગ્નિ' નામનો વાર્તાસંગ્રહ, વાર્તાકાર જયંત ખત્રી', 'સમદષ્ટિ' જેવા વિવેચનસંગ્રહો તેમના પુસ્તકો છે. અકાદમી પુરસ્કાર સહિત અનેક પારિતોષિકો મેળવનાર આ કવિએ બાળસાહિત્યમાં પણ ૬થી વધુ પુસ્તકો આપ્યાં છે,