ગુજરાતી સાહિત્યકાર મોહનલાલ ધામીના સુપુત્ર વિમલકુમાર ગુજરાતનાં લોકપ્રિય નવલકથાકાર છે. પિતાના પગલાં પર ચાલતા ખૂબ નાની ઉમરે તેઓએ લખવાની શરૂઆત કરેલી. તેઓનાં 130 કરતાં વધુ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. સાહિત્યની સાથે સાથે તેઓને સંગીતમાં પણ ઊંડો રસ છે સંગીત વિષયક પુસ્તકો પણ લખેલા છે. સુપ્રસિદ્ધ ગાયક પંકજ ઉધાસ તેમના શાળા સમયથી મિત્ર હતા. 'જય હિન્દ', 'ફૂલછાબ', જેવા વર્તમાનપત્રો આ લેખકનાં સાહિત્યિક જીવનમાં ખૂબ અગત્યના રહ્યા છે. માત્ર 17 વર્ષની ઉમરે એમને 'સાર આ સંસારનો' નામની નવલકથા લખી હતી.
“Punya No Ujas” has been added to your cart. View cart