Varsha Adalja
44 Books / Date of Birth:- 10-04-1940
વર્ષા અડાલજાનો જન્મ ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ લેખક ગુણવંતરાય આચાર્યને ત્યાં મુંબઈમાં થયો. શૈશવથી જ સાહિત્ય અને રંગભૂમિમાં રસરુચિ ગળથૂથીમાં મળ્યાં અને અનેક ક્લાસિક નાટકોમાં પ્રમુખ ભૂમિકાઓ કરી. 1966થી લેખન કારકિર્દીની શરૂઆત ફૅશન કૉલમિસ્ટ તરીકે કરી. પહેલી નવલકથા પેરીમેસનની અસર તળે રહસ્યકથા લખી અને તરત મૌલિક કથાલેખનની શરૂઆત કરી. બીજી જ નવલકથા ‘તિમિરના પડછાયા’ પરથી ગુજરાતી ફિલ્મ અને નાટક તૈયાર થયું, જેના દેશ-પરદેશમાં ઘણાં શૉ થયા. ‘મારે પણ એક ઘર હોય’ નવલકથાને શ્રેષ્ઠ કૃતિનું ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મળ્યું અને દીર્ઘ લેખનયાત્રામાં અનેક પારિતોષિક, ઍવૉર્ડ્‌ઝ અને સન્માન મળ્યાં. તેમની કલમ તેમને ક્યાં ક્યાં લઈ ગઈ છે! લેપ્રસી કોલોની, જેલમાં, યુદ્ધના મેદાનમાં, તો મૅન્ટલી ચૅલેન્જ્ડ બાળકોની હૉસ્પિટલમાં, મધ્યપ્રદેશનાં ઘન જંગલમાં આદિવાસીઓ વચ્ચે. ‘ગાંઠ છૂટ્યાની વેળા’ નવલકથા માટે દર્શકે કહ્યું હતું, “આ કથાએ ગુજરાતી સાહિત્યમાં નવી દિશાની બારી ખોલી છે.” નારાયણ દેસાઈએ કહ્યું, “રક્તપિત્તગ્રસ્તોની કથા ‘અણસાર’ નવલકથા તરીકે તો ઉત્કૃષ્ટ કલાકૃતિ છે જ પણ એથી વિશેષ પીડિત માનવતા માટે એક પૈગામ છે.” સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, દર્શક ઍવૉર્ડ, રણજીતરામ સુવર્ણચંદ્રક, ‘ફૂલછાબ’ પત્રકારત્વ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે. ગુજરાત સાહિત્ય અકાદમી, મહારાષ્ટ્ર રાજ્ય ગુ. સા. અકાદમી, સાંસ્કૃતિક અભિયાન, પ્રિયદર્શીની ઍવૉર્ડ તથા લાઇફટાઇમ ઍચિવમૅન્ટ જેવાં સન્માન મળ્યાં છે. ‘લાઇબ્રેરી ઑફ કૉંગ્રેસ’ અમેરિકાની, વિશ્વની અત્યંત સમૃદ્ધ, વિશાળ લાઇબ્રેરી છે. ભારતની પ્રમુખ ભાષાઓનાં સર્જકોના સ્વરમાં તેમની કૃતિઓનાં રેકોર્ડિંગ્સ સાઉથ એશિયન લિટરેચર પ્રોજેક્ટમાં આર્કાઇવ્ઝમાં સાચવવામાં આવ્યાં છે. ગુજરાતી ભાષામાં આ માટે વર્ષા અડાલજાની પસંદગી થઈ હતી, આજે તેમનું રેકોર્ડિંગ્સ ફોટા સાથે વૉશિંગ્ટન DCની લાઇબ્રેરીમાં છે. તેમની કથા પરથી ફિલ્મ્સ, નાટકો અને ટી.વી. શ્રેણીઓ બની છે અને પારિતોષિકો મળ્યા છે. 2009માં લંડન ઇન્ટરનેશનલ બુકફેરમાં ભારતની જુદી જુદી ભાષાના ડેલિગેશનમાં તેમની પસંદગી થઈ હતી, લિટરલી એકૅડેમી ઑફ નોર્થ અમેરિકાનાં આમંત્રણથી, કવિવર ટાગોરની જન્મજયંતિ નિમિત્તે તેમને વિશેષ અતિથિ તરીકે આમંત્રણ મળ્યું હતું. તેઓ વર્ષોથી ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે સંકળાયેલાં છે. વર્ષ 2012માં ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રમુખ તરીકે વર્ષા અડાલજાની વરણી થઈ. દિલ્હી, સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલ પર તેમની નિયુક્તિ થઈ અને સાહિત્ય અકાદમીના ગુજરાતી પ્રાદેશિક બોર્ડ પર અત્યારે ત્રીજી ટર્મ માટે તેમની નિયુક્તિ થઈ છે. વર્ષો સુધી ઑલ ઇન્ડિયા રેડિયો – મુંબઈ પર લેખક-અભિનેત્રી તરીકે અને રેડિયો એનાઉન્સર તરીકે કામ કર્યું હતું. જન્મભૂમિ જૂથનાં ‘સુધા’ અને ટાઇમ્સ ગ્રુપના ગુજરાતી ‘ફેમિના’ના તંત્રી તરીકે તેઓ કાર્યરત હતાં. તેમના સર્જન પર અનેક વિદ્યાર્થીઓએ Ph.D. કર્યું છે, તેમનાં પુસ્તકો અભ્યાસક્રમમાં છે. પ્રતિષ્ઠિત સંસ્થા Sparrow : Sound and Picture Archives For Research On Women તરફથી 2018માં સ્પેરો લીટરલી ઍવૉર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો.
Social Links:-

Showing 31–44 of 44 results

  • Shag Re Sankoru

    300.00

    શગ રે સંકોરું વર્ષા અડાલજા - કૃષ્ણ, મારાથી દૂર કેમ રહો છો? - તમે કેવી વાત કરો છો? - ‘તું’ કહોને મને! હું યુવાન છું, સુંદર છું, મારા શરીર માટે તમને તલસાટ નથી થતો? - જુઓ વસંત… - વસંત છું અને મહોરી રહી છું પ્રિયે. - આ ઠીક નથી. -... read more

    Category: Novel
  • Sharnagat

    100.00

    શરણાગત્ `હેલિકૉપ્ટરે વિમાનની જેમ રન-વે પર દોડીને ઊડવાનું ન હતું. વિશાળ પાંખોવાળા પંખીની જેમ, સીધું જ ઊંચકાઈને આકાશમાં પહોંચી ગયું. એ સાથે અમે એક જ છલાંગે અગ્યાર-બાર હજાર ફૂટની ઊંચાઈએ પહોંચી ગયાં. કેદારનાથ હેલિપૅડ પર ઊતરવા અમારી પાસે માત્ર વીસ મિનિટ હતી. એમાં દૃષ્ટિથી સંચિત કરી શકાય તેટલું સ્મૃતિફ્રેમમાં મઢી... read more

    Category: Travelogue
  • Shivoham

    150.00

    નીચેથી પર્વત કેવો નિર્મમ અને હૈયાસૂનો લાગ્યો હતો! ધગધગતી ધૂળ અને પથ્થરો. ન પંખીનો ટહુકો, ન ક્યાંય લીલીછમ્મ વનરાઈ. તો રંગબેરગી ફૂલોનો શૃંગાર તો હોય જ ક્યાંથી? પણ હું જેમ જેમ ઉપર ચડું છું, તેમ જોઉં છું કે જે પહાડની કઠોર ધારી ઉપર ચડી હતી તેનું હૃદય તો ભગવાન શંકરની... read more

    Category: Travelogue
  • Shukran Egypt

    120.00

    ઘણાં વર્ષોથી ઇજિપ્ત જવાની ઇચ્છા મનમાં હતી. ઇજિપ્ત પ્રાચીન વિશ્વસંસ્કૃતિની પાંચ હજાર વર્ષની તવારીખનું ઉદ્ગાતા અને સાક્ષી પણ ભવ્ય પિરામિડો, અદ્ભુત પ્રકાશરચનાથી ઝળહળતાં લક્ઝર, આસ્વાન, એશના અને એડફુનાં મંદિરોમાં ફરવું, બેય કાંઠે છલછલ સુદીર્ઘ જલયાત્રા કરતી નાઇલ પર ક્રૂઝ — અચાનક અને અનાયાસ જ સપનું સાકાર થઈ ગયું. આપણાં તેત્રીસ... read more

    Category: Travelogue
  • Svapnapravesh

    150.00

    ઘણીવાર સર્જકને પ્રશ્ન પુછાતા હોય છે, તમને વાર્તાનું બીજ ક્યાંથી મળે છે? શીર્ષક પહેલાં કે પછી વાર્તા? વાર્તાનો અંત નિશ્ચિત હોય...? પ્રશ્નો તો ઘણા પૂછી શકાય પણ જવાબ અલબત્ત મારે માટે તો એક જ રહે, જાણ્યે અજાણ્યે વાર્તાનું બીજ મનમાં રોપાઈ જાય અને અચાનક એના લીલાછમ્મ તૃણાંકર આપમેળે ઊગી નીકળે.... read more

    Category: Short Stories
  • Tane Sachve Parvati

    175.00

    તને સાચવે પારવતી બાફોઈના શબ્દોની સાથે ડૉક્ટરે સમભાવથી કેટલી સરસ વાત કરી હતી તે યાદ આવી; મારી વાત સાંબળજો અને યાદ રાખજો. મારા ભાગ્યમાં કેટકેટલાં માબાપોને આઘાતજનક ને ક્યારેક ભયંકર નિદાનો આપવાં પડે છે! હું પણ ડિસ્ટર્બ થઈ જાઉં છું. પોતાના સંતાનની જિંદગી નિરર્થક વહેતી જતી જોઈ રહેવું એ અગ્નિપરીક્ષા... read more

    Category: Short Stories
  • Trijo Kinaro

    275.00

    ત્રીજા કિનારાની શોધમાં નીકળેલી નારીના આત્મગૌરવની કથા... ગુજરાતી સાહિત્યની કેટલીક ચિરંજીવ નવલકથાઓ વાચકો માટે યાદોનાં સંભારણાં સમી યાદગાર બની રહી છે. આ ભાગ્યશાળી નવલકથાઓમાં વર્ષા અડાલજાની આ નવલકથા નોંધપાત્ર સ્થાન મેળવે છે એનું એકમાત્ર કારણ છે – પોતાના અસ્તિત્વના મુકામની તલાશમાં નીકળી પડેલી એક એવી સ્ત્રી, જે આજના સમાજની મોટાભાગની... read more

    Category: Novel
  • Tu Chhe Ne!

    175.00

    ભગવાને અવાવરુ વાવના ગોખલામાંથી માથું ઊંચું કરી કાન માંડ્યા. હવામાં સન્નાટો હતો. વાવની પથ્થરિયા દીવાલ ફાડી ઊગી ગયેલા પીપળાની ડાળીઓમાં વીંટળાયેલો સાપ, ઊંડી બખોલોમાં ભરાઈ રહેલાં કબૂતર, ચીપકેલી ગરોળીઓ, ઊંધાં લટકતાં ચામાચીડિયાં કે તિરાડોમાંનાં પારાવાર જીવજંતુઓ બધાં જ જંપી ગયાં હતાં. વાવના ઊંડા ઊતરી ગયેલા ગંદા બંધિયાર જળને તળિયે ગાઢ... read more

    Category: Short Stories
  • Varsha Adalja (Sadabahar Vartao)

    135.00

    આજની ભારે તણાવભરી સામાજિક વ્યવસ્થામાં સમજુ અને સંવેદનશીલ માણસ અટવાઈ પડ્યો છે. માંડમાંડ મળતી ફુરસદની ઘડીઓને હળવાશથી માણી માનસિક સંતોષ મેળવવાનું એને માટે રોજેરોજ વધુ ને વધુ મુશ્કેલ બનતું જાય છે. આ પરિસ્થિતિના બીજા અનેક ઉકેલ હોઈ શકે, પણ એક શ્રદ્ધેય ઉકેલ છે આ શ્રેણી – `સમયનો સદુપયોગ શ્રેણી.' મનવાંછિત... read more

    Category: Short Stories