35 Books / Date of Birth:-
30-01-1915 / Date of Death:-
29-11-1959
વજુ કોટક સાહિત્યકાર, પ્રકાશક અને પત્રકાર હતા. તેઓ ચિત્રલેખાના સહસ્થાપક તરીકે જાણીતા છે. ઇ.સ. ૧૯૭૩માં મુંબઈના એક માર્ગને વજુ કોટક માર્ગ નામ અપાયું છે. ૨૦ એપ્રિલ ૨૦૧૧ના રોજ ભારતીય ટપાલ વિભાગ વડે ચિત્રલેખા સામાયિક પર એક ટપાલ ટિકિટ બહાર પડી હતી, જેમાં વજુ કોટકની છબીનો સમાવેશ થતો હતો. રાજકોટથી પત્રકારત્વનો પ્રારંભ. ઇ.સ. ૧૯૫૦માં ‘ચિત્રલેખા’ સામાયિકનો પ્રારંભ. કાળક્રમે ગુજરાતનું અગ્રેસર સામાયિક બન્યું. ચલચિત્રોમાં સંવાદ, દિગ્દર્શન અને પટકથાલેખન. હ્રદયરોગના હુમલાથી તેમની પ્રિય ચિત્રલેખાની ઓફિસમાં જ અવસાન